ભેળસેળ કરનારાઓ છેતરપિંડી કરતા નવા સ્તરે પહોંચી ગયા છે. લસણના ભાવ આસમાને છે અને તેઓએ બજારમાં સિમેન્ટ લસણનો સપ્લાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્રના અકોલામાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વીડિયોમાં સિમેન્ટનું બનાવટી લસણ જોઈ શકાય છે. જો તમને કહેવામાં ન આવે, તો તમે ઓળખી શકશો નહીં કે તે નકલી છે.
જ્યારે તમે લસણને છોલવાનું શરૂ કરશો, ત્યારે ખ્યાલ આવશે કે તે સિમેન્ટથી બનાવેલ લસણ છે. તેનું વજન પણ વધારે છે. આવી સ્થિતિમાં ગેરરીતિ કરનારાઓ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સિમેન્ટેડ લસણ અકોલાના બજોરિયા નગર માર્કેટમાં સપ્લાય કરવામાં આવ્યું હતું.
એક મહિલા શાકભાજી ખરીદવા ગયા હતા. તેણે એક સ્ટ્રીટ વેન્ડર પાસેથી લસણ ખરીદ્યું. જ્યારે તેણી ઘરે આવી અને રસોઈ બનાવતી વખતે લસણની છાલ ઉતારવા લાગી ત્યારે તેને આશ્ચર્ય થયું. અંદરનો ભાગમાં લસણની કાળી નહી પણ પથ્થર જેવા સિમેન્ટથી ભરેલો હતો.
૮૦-૯૦ રૂપિયાની કિમતમાં લસણ વેચાઈ રહ્યું છે. આ સમયે સપ્લાય પણ ઓછો હોવાથી છેતરપિંડી કરનારાઓએ લોકોને છેતરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો હતો. શાકભાજી માર્કેટમાં નકલી લસણ સપ્લાય કરવામાં આવતું હતું. આગલી વખતે શાકભાજી ખરીદવા જાઓ ત્યારે ખાતરી કરો કે સિમેન્ટનું લસણ તો નથી ખરીદી રહ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech