ઢાળીયાથી પાણાખાણ સુધીની સરકારી જમીન પર બંગલા જેવા મકાન ખડકયા : ફરીયાદ દાખલ થતા ચકચાર : ડીવાયએસપી દ્વારા તપાસ
જામનગરના બેડી બંદર રોડ પર ગરીબનગર પાણાખાણ સુધી સરકારી જમીન પર બંગલા ટાઇપના મકાન બનાવનાર સાઇચા બંધુ સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગરના બેડી બંદર રોડ પર બેડીના ઢાળીયાથી ગરીબનગર પાણાખાણ સુધીની સરકારી જમીન પર બંગલા ટાઇપના મકાન ગેરકાયદે રીતે બનાવી લેવામાં આવ્યા છે જે અંગેની વિગતો સામે આવતા ગત મહીનાઓમાં તંત્ર દ્વારા ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, દરમ્યાનમાં મામલો કોર્ટમાં પહોચ્યો હતો અને મનાઇહુકમ માંગતો સાઇચા પરિવારનો દાવો રદ કરવામાં આવ્યો હતો, ગઇકાલે સાઇચા બંધુ સામે વધુ એક લેન્ડગ્રેબીંગની ફરીયાદ દાખલ થતા ચકચાર મચી છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગરના બેડીના ઢાળીયા પાસે રહેતા રજાક નુરમામદ સાઇચા તથા હનીફ નુરમામદ સાઇચા આ બંનેએ બેડી વિસ્તારના સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નં. ૪૦ પૈકીની જમીન પર કોઇપણ જાતની કાયદેસરની માલીકી ન હોવા છતા સરકારી જમીન પર ગેરકાયદે રહેણાંક મકાન બનાવી તેમા પોતાના પરિવારના સભ્યો સાથે વસાવટ કરતો હોવાનું તંત્રના ઘ્યાન પર આવ્યુ હતું.
દરમ્યાન જામનગર શહેર મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર હિતેશ ખુશાલભાઇ જાદવ દ્વારા ઉપરોકત વિગતોના આધારે ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં ગેરકાયદે બંગલા ટાઇપના મકાન બનાવર રજાક નુરમામદ સાઇચા તથા હનીફ નુરમામદ સાઇચા રહે. બંને બેડીના ઢાળીયા પાસે તથા તપાસમાં જે નામ ખુલે તેની સામે ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતીબંધીત) વિધેયક ૨૦૨૦ની કલમ ૪(૨), ૪(૩), ૫(ગ) મુજબ ફરીયાદ નોંધાવી છે. જેના આધારે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech