રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા જમીન અને સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા ગત તારીખ 20 નવેમ્બર 2024 એ ડ્રાફ્ટ જંત્રીના દર લાગુ કરવા માટેની જાહેરાત કરી હતી આ જાહેરાતના પગલે શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં વિરોધનો સુર ઉઠ્યો હતો. આ સૂચિત દર ઘટાડવા ઓફ લાઈન અને ઓનલાઇન સૂચનો રાજ્ય સરકાર દ્વારા મંગાવવામાં આવ્યા હતા. આ સૂચનો આપવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો ત્યારે રાજ્ય સરકારને 7200થી વધુ વાંધા અરજીઓ મળી હતી. સ્ક્રુટીની બાદ જંત્રી દર ઘટાડાનો આખરી નિર્ણય લેવાશે.1 લી એપ્રિલથી સરકાર નવી જંત્રી નો અમલ કરવા મક્કમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ સુચિત જંત્રીના સુધારાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાનિક સત્તા મંડળ નગરપાલિકા અને વિકાસ વિસ્તાર સત્તા મંડળ ગ્રામ્ય વિસ્તાર એમ ત્રણ અલગ અલગ વિસ્તાર માટે જિલ્લ ા કલેકટરના અધ્યક્ષ પદે ત્રણ કમિટીની રચના કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આગામી પહેલી એપ્રિલથી નવી જંત્રીના અમલ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકારે જાહેર કરેલી નવી સૂચિત જંત્રીમાં વધારા સામે રાજ્યભરમાં ભારે વિરોધ બાદ વાંધા-સૂચન મગાવાયા હતા. જંત્રીના દરોમાં લગભગ તમામ સ્થળોએ દરોમાં જંગી વધારા સામે કુલ 7200થી વધુ ઓનલાઇન અને ઓફ્લાઇન અરજી 20 જાન્યુઆરીએ છેલ્લ ા દિવસ સુધી મહેસૂલ વિભાગને મળી છે. મોટા શહેરોમાંથી બિલ્ડર સંગઠનોએ દર ઘટાડવા અને બજાર ભાવને સમક્ષ રાખવા માટે અરજી આપી છે. આશ્ચર્યજનક રીતે કેટલાક વિસ્તારમાંથી ખાસ કરીને ખેડૂતોએ જે જમીન સરકારી સંપાદનમાં જવાની હોય ત્યાં જંત્રીના ભાવ ઓછા છે તેવો વાંધો વ્યક્ત કરતા વધારવા સૂચન કર્યું છે.
સ્થાવર મિલકતોની બજાર કિંમત કરવા 20 નવેમ્બર-2024એ શહેરી વિસ્તારના 23,846 વેલ્યુ ઝોન અને ગ્રામ્ય વિસ્તારમાં 17,131 ગામ માટે પ્રવર્તમાન દર મુજબ જંત્રી નું રિવિઝન કરીને નવા મુસદ્દારૂપ દર જાહેર કયર્િ હતા. જો કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની વેબસાઇટ ઉપર નવા દર જાહેર કરાતા જ અનેક રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જમીનો અને નક્કી સ્થળે દરમાં વિસંગતતા હોવાથી ઉગ્ર વિરોધ ઉઠ્યો હતો. તે સમયે વિભાગ દ્વારા 20 ડિસેમ્બર સુધી વાંધા-સૂચન કરવાનો સમય અપાયો હતો. જો કે બિલ્ડર સંગઠનો, વિવિધ સંસ્થા અને જાણકાર વ્યક્તિઓ દ્વારા નવા દર સામે વિરોધ બાદ એક સુધીનો સમય વાંધા-સૂચન માટે લંબાવાયો હતો. મહિનો વધારી 20 જાન્યુઆરી-2025 કરવામા આવી હતી.
મોટાભાગની અરજીઓમાં જંત્રીના વધારાના દર સામે વિરોધ કરી તેને ઘટાડવા અથવા બજારભાવ કરતા ઓછો રાખવા સૂચનો કરાયા છે. તો જે વિસ્તારમાં સરકારના પ્રોજેક્ટ ચાલુ છે અથવા ભવિષ્યમાં સ્થપાશે તેવું જાહેર થયેલું છે અને ખેતીની જમીન સંપાદન થવાની છે તેવા વિસ્તારમાં ખેડૂતોએ તેમની જમીનના ભાવ વધુ મળે તે માટે જંત્રીના દરમાં વધારાની માગણી સાથે સૂચનો કરતી અરજીઓ આપી છે. આ વાંધા-સૂચનો અંગે જિલ્લ ા સમિતિઓ અભિપ્રાય આપશે અને મહેસૂલ વિભાગને રિપોર્ટ મોકલશે. તે પછી સરકારમાં મહેસૂલ સહિતના ઉચ્ચ અધિકારીઓની કમિટી દ્વારા જંત્રીના દર આખરી લીલી ઝંડી મળ્યા બાદ જાહેર કરાશે. કેટલા રાખવા તે નક્કી કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં બેક ઓફ બરોડાની લાલ બંગલા બ્રાંચમાં ATM માં પૈસા જમા કર્યા...પણ થયા નહી
April 15, 2025 05:58 PM‘મંદિરની સુરક્ષા વધારી દ્યો...’ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમિલનાડુથી ઇ-મેઇલ મળ્યો
April 15, 2025 05:57 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech