જામકંડોરણાની લેઉવા પટેલ કન્યા છાત્રાલયમાં નર્સિંગની વિધાર્થિનીનો આપઘાત: રહસ્ય અકબંધ

  • March 26, 2025 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ અંગેની વધુ માહિતી મુજબ  જામજોધપુર તાલુકાના મોટી પાનેલીમા રહેતા રાજેશભાઈ મકવાણા ની દીકરી સલોનીબેન મકવાણા પોતાના નસિગ ના અભ્યાસ માટે જામકંડોરણા લેઉવા પટેલની કન્યા છાત્રાલયમા રહીને કાલાવડ રોડ પર આવેલી નસિગ કોલેજના બીજા વર્ષમા અભ્યાસ કરી રહી હતી પરંતુ તારીખ..૨૪–૦૩–૨૦૨૫ના રોજ કોઈ અગ્મય કારણોસર આ નસિગ કોલેજ હોસ્ટેલના રૂમમાં પંખા સાથે ચુંદડી લગાવીને ગળા ફાંસો ખાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી. જામકંડોરણા પોલીસ આ ડેડબોડીને નીચે ઉતારી જામકંડોરણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાં ફરજ પર ના ડોકટરે આ યુવતી ને મૃત જાહેર કરી હતી. આ સલોની બેન જામકંડોરણાની હોસ્ટેલ રૂમમાં કયા કારણોસર સ્યુસાઇડ કર્યેા છે જેનું કારણ હજુ અક બધં છે. જામકંડોરણા પોલીસે તપાસ હાથ ધરી છે


કોલ ડિટેલ મેળવાઇ રહી છે: પીઆઈ ચૌહાણ
તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે સલોનીએ કોઈ સ્યુસાઈડ નોટ લખી નથી, આથી તેનો ફોન એફએસએલમાં મોકલાયો છે અને તેને છાત્રાલયમાં ટોર્ચરિંગ હોય કે પરિવારમાં કોઈ પીડા હોય તેવું જાણમાં આવ્યું નથી. વધુ વિગત તપાસ બાદ સામે આવશે. સલોનીએ સૌથી છેલ્લો ફોન તેની મમ્મીને કર્યેા હોવાનું સામે આવ્યું છે. છાત્રાલયમાં કામ કરતા જીતુભાઈએજણાવ્યું હતું કે સલોની સ્વભાવે ખૂબ સરળ અને હોંશીયાર હતી. તેના મમ્મીના રાજેશભાઈ સાથે બીજા લગ્ન  હોઇ સલોની તેના નાનાના ઘરે રહીને ઉછરી છે. તેના પિતા લાલપુરના ખડબા ગામે રહે છે. અમને રૂમમાં તેની સાથે રહેતી બે દીકરીઓએ જાણ કરતાં અમે તેના વાલીઓને જાણ કરી હતી અને બાદમાં પોલીસને વાકેફ કરી હતી અને તેને સિવિલમાં ખસેડી હતી પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application