રાજકોટ જિલ્લામાં રેશનકાર્ડ ઈ–કેવાયસીમાં હવે શિક્ષકોને પણ કામે લગાડાશે
૩૭ લાખ પૈકી હજી માત્ર ૬ લાખના જ ઈ–કેવાયસી થયા, ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવા ગાંધીનગરથી આદેશ
રાજકોટ જિલ્લ ામાં રેશનકાર્ડ ઈ–કેવાયસીની ચાલી રહેલી કામગીરી ગોકળ ગતિના બદલે સ્પીડમાં દોડે એ માટે આજે અન્ન નાગરિક પુરવઠા વિભાગના સચિવ સાથેની રાજકોટ પુરવઠા વિભાગના અધિકારીઓની વીડિયો કોન્ફરન્સ મળી હતી. જેમાં હવે આ કામગીરી શાળાના શિક્ષકોને પણ સોંપવા નિર્ણય લેવાયો છે અને ડિસેમ્બરના અતં સુધીમાં બાકી રહેલા ૩૦ લાખથી વધુના ઈ–કેવાયસી પુર્ણ કરવા ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લ ામાં ૩૭ લાખ જેટલા રેશનીંગ કાર્ડમાં નામ છે જે પૈકી અત્યાર સુધી ૬ લાખ જેટલા વ્યકિતના જ ઈ–કેવાયસી થઈ ચુકયા છે. વહેલી તકે આ પ્રક્રિયા પુર્ણ થાય તે માટે ગાંધીનગરથી તત્રં હરકતમાં આવ્યું છે. રાયભરમાં ઈ–કેવાયસીનો ટાર્ગેટ ડિસેમ્બરના અતં સુધીમાં પુર્ણ કરવા માટે જિલ્લ ાવાઈઝ બેઠકો લેવાઈ રહી છે. જલ્દી આ કામગીરી સમયસર પુર્ણ થાય તે માટે હવે હાથ વગુ હથીયાર એવા શિક્ષકોના ખંભે ઈ–કેવાયસીનો ભાર મુકવાનું નકકી કરાયંું હોવાનું જાણવા મળે છે.
દિવાળી વેકેશન ખુલ્યા બાદ પ્રાથમીક, માધ્યમીક શાળાઓના શિક્ષકોને રેશનીંગ કાર્ડ ઈ–કેવાયસીના કામમાં જોતરવામાં આવશે. શાળાઓમાં અભ્યાસ અર્થે આવતા બાળકો અને તેના વાલીઓ પરિવારજનોને ઈ–કેવાયસી જે તે શાળાના શિક્ષકોએ વિધાર્થીઓ મારફતે ઓનલાઈન એપથી કરવાની રહેશે. આ ઉપરાંત ગ્રામ પંચાયતના કર્મચારીઓને પણ ગામડાઓમાં વહેલી તકે આ કામગીરી થાય તે માટે જવાબદારી સોંપાશે. રાજકોટ જિલ્લ ામાં અત્યાર સુધીમાં ૧૭ ટકા જેવી કામગીરી થઈ છે. હવે બે માસમાં આ ટાર્ગેટ પુર્ણ કરવા માટે હવાની વેગે પુરવઠા વિભાગે દોડવું પડશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech