કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓ (સીપીએસઈ) માટે ડિવિડન્ડની ચુકવણી, શેર બાયબેક, બોનસ શેર જારી કરવા, શેરના વિભાજન અંગેના નિયમોમાં ફેરફાર કર્યા છે. દિપમ દ્રારા જારી કરાયેલ નવી માર્ગદર્શિકા અનુસાર, સીપીએસઈએ કેન્દ્ર સરકાર અને કંપનીના શેરધારકોને ડિવિડન્ડ તરીકે વાર્ષિક ધોરણે તેમના ચોખ્ખા નફાના ઓછામાં ઓછા ૩૦ ટકા અથવા તેમની નેટવર્થના ૪ ટકા (જે વધારે હોય) તે ચૂકવવા પડશે.
નવી માર્ગદર્શિકા નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ માટે લાગુ થશે. છેલ્લા કેટલાક વર્ષેામાં સરકારી કંપનીઓની મજબૂત બેલેન્સ શીટ અને સારા માર્કેટ કેપિટલાઇઝેશનને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે, જેથી સરકારની સાથે સામાન્ય શેરધારકોને વધુ વળતર (ડિવિડન્ડ) મળી શકે. નવા નિયમો અનુસાર, એનબીએફસી સહિત નાણાકીય ક્ષેત્રના સીપીએસઈએ પણ તેમના નફાના ઓછામાં ઓછા ૩૦ ટકા ડિવિડન્ડ ચૂકવવું પડશે. તેમજ અનલિસ્ટેડ સીપીએસઈ વર્ષમાં એકવાર ડિવિડન્ડ ચૂકવી શકે છે.
સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર જો છેલ્લા ૬ મહિનામાં સરકારી કંપનીના શેરની બજાર કિંમત સતત બુક વેલ્યુ કરતા ઓછી રહી છે, તો તેણે શેર બાય–બેક કરવા પડશે. જોકે તેની શરત એ છે કે કંપનીની નેટવર્થ ઓછામાં ઓછી ૩,૦૦૦ કરોડ પિયા હોવી જોઈએ અને બેન્ક બેલેન્સ ૧,૫૦૦ કરોડ પિયાથી વધુ હોવી જોઈએ.
સરકારએ સીપીએસઈને પણ બોનસ શેર આપવા અંગે વિચારણા કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકારે કહ્યું છે કે સીપીએસઈ જેમની નિર્ધારિત અનામત અને સરપ્લસ તેમની પેઇડ–અપ ઇકિવટી શેર મૂડીના ૨૦ ગણા અથવા તેનાથી વધુ છે તેમણે બોનસ શેર આપવાનું વિચારવું જોઈએ. લિસ્ટેડ સીપીએસઈ જેમના શેરની બજાર કિંમત છેલ્લા છ મહિનામાં તેમની ફેસ વેલ્યુના ૧૫૦ ગણા કરતાં વધુ રહી છે તેમણે શેર વિભાજનને ધ્યાનમાં લેવું જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech