લકઝરી કાર નિર્માતા કંપની જેગુઆર લેન્ડ રોવરે ભારત માટે પોતાની નવી યોજનાઓ વિશે જણાવ્યું છે. કંપનીએ જાહેરાત કરી હતી કે જેએલઆર હવે ભારતમાં રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટનું ઉત્પાદન કરશે. આ પણ એક મોટી વાત છે કારણ કે જેએલઆર યુનાઇટેડ કિંગડમની બહાર આ વાહનોનું ઉત્પાદન કરવા જઈ રહ્યું છે અને ભારત પહેલો દેશ છે યાં આ વાહનોનું ઉત્પાદન શ કરવામાં આવશે.
રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટનું ઉત્પાદન કરતા પહેલા જેએલઆર ભારતમાં એસયુવી નું ઉત્પાદન કરી રહી છે. જેએલઆર પૂણેમાં આ વાહનોનું ઉત્પાદન કરી રહી છે. આ માહિતી રેન્જ રોવર હાઉસના સત્તાવાર ઉધ્ઘાટન દ્રારા શેર કરવામાં આવી છે, જે ભારતમાં જેએલઆરનું પ્રથમ પ્રાયોગિક કેન્દ્ર છે. ભારતમાં રેન્જ રોવર કારના ઉત્પાદન અંગે જેએલઆરના ચીફ કોમર્શિયલ ઓફિસર લિયોનાર્ડ હર્નિકે જણાવ્યું હતું કે, 'છેલ્લા કેટલાક વર્ષેામાં ભારત આર્થિક રીતે આગળ વધતું જોઈ શકાય છે અને ભવિષ્યમાં પણ તે આગળ વધશે તેવી અપેક્ષા રાખી શકાય છે . ભારતમાં ઉત્પાદિત રેન્જ રોવરમાં ૩.૦–લિટર એચએસઈ એલડબલ્યુબી એન્જિન મળવા જઈ રહ્યું છે, આ એન્જિનવાળી કારની કિંમત ૨.૩૬ કરોડ પિયા હશે. યારે રેન્જ રોવરના ૩.૦–લિટર પેટ્રોલ ઓટોબાયોગ્રાફી વેરિઅન્ટની કિંમત ૨.૬૦ કરોડ પિયા રાખવામાં આવશે. રેન્જ રોવર સ્પોર્ટના ડીઝલ અને પેટ્રોલ બંને વેરિઅન્ટની કિંમત ૧.૪૦ કરોડ પિયા રાખવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech