રાજકોટની ભક્તિનગર સોસાયટીમાં ધોળા દિવસે એકસેસ પર આવેલા શખસે કારખાનેદારને છરી બતાવી રૂા.૨.૬૨ લાખની લૂંટ ચલાવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે પુનિતનગર પાણીના ટાંકા પાસે રહેતા અને અગાઉ ચોરી, લૂંટ સહિતના 21 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા રીઢા આરોપી ઇમરાન કાદરીને ઝડપી લઇ લૂંટના આ બનાવવાનો ભેદ ઉકેલ નાખ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂપિયા 53 હજાર અને ચોરાઉ એકસેસ કબજે કર્યું હતું.
મવડીના ૮૦ ફૂટ રોડ પર રહેતા હરેશભાઈ ધીરજલાલ રાદડિયા (ઉ.વ.૪૦) માલધારી ફાટક પાસે વરૂ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ધરતી મેન્યુફેકચરિંગના નામથી ઘરઘંટીનું કારખાનુ ચલાવે છે. તેણે પોલીસને જણાવ્યું કે તા.18/4 સવારે ઘરેથી રૂા. ૨ લાખ લઇ કારખાને પહોંચ્યા હતાં. જ્યાંથી ઢેબર રોડ પર પ્લેનરી આર્કેડમાં આવેલ શ્યામ આંગડિયામાંથી રૂા. પ૦ હજાર લીધા હતા. આ રીતે રૂા. અઢી લાખ અટીકા ફાટક પાસે આવેલા શીતલ ઇલેક્ટ્રીક નામની પેઢી ધરાવતા વેપારીને આપવા બાઈક પર રવાના થયા હતાં.
નાગરિક બેન્ક ચોક પાસે એક્ટિવા ચાલકે તેના બાઈક સાથે એકસીડેન્ટ કરી સાઈડમાં ઉભા રહેવાનું કહેતા તે ઢેબર રોડ પર પહોંચી ઉભા રહ્યા હતાં. તે સાથે જ એક્ટિવા ચાલકે કહ્યું કે મારા વાહનમાં નુકસાનીના રૂા. બે હજાર આપવા પડશે.બાદમાં સોરઠીયાવાડી સર્કલ પહેલા શેઠ હાઈસ્કૂલ નજીકનાં વોકળાવાળી શેરીમાં એક્ટિવા ચાલકે લઈ જઈ બે-ત્રણ ચકકર માર્યા બાદ આજુબાજુ જોઈ ભક્તિનગર સોસાયટી શેરી નં. ૬/૮ના ખૂણે આવેલા સત્યાર્થ પ્રકાશ કોમ્પ્લેક્સમાં લઈ ગયો હતો. જ્યાં પાર્કિંગની સીડી પાસે તેને ઉભા રાખી તેની સામે જ ઉભો રહી કહ્યું કે હવે પૈસા આપી દે. જેથી તેણે શર્ટના ખીસ્સામાંથી રૂા. બે હજાર કાઢી આપતા જ છરી કાઢી બધા ખીસ્સા ચેક કરવા દે નહીંતર આ છરી મારતા વાર નહીં લાગે તેમ કહી રૂા. ૨.૬૨ લાખની લૂંટ ચલાવી હતી. જે અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.
લૂંટની આ ઘટનાને ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ તપાસ શરૂ કરી હતી.ડીસીબીના પીએસઆઇ એસ.વી.ચુડાસમા તથા તેમની ટીમ તપાસમાં હોય દરમિયાન હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા, રાજેશભાઈ જળુ, હરસુખભાઈ સભાડ અને કોન્સ્ટેબલ તુલસીભાઈ ચુડાસમાને મળેલી બાતમીના આધારે લીમડા ચોક પાસે શાસ્ત્રી મેદાનના ગ્રાઉન્ડ પાસેથી રીઢા આરોપી ઇમરાન હાસમીયા કાદરી (ઉ.વ 24 રહે. કર્મચારી સોસાયટી શેરી નંબર ત્રણ, પુનિતનગર પાણીના ટાંકા, પાસે 150 ફૂટ રીંગરોડ) ને ઝડપી લઇ લૂંટના આ બનાવવાનો ભેદ ઉકેલ નાખ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂપિયા 53 હજાર અને ચોરાઉ એક્સેસ વાહન કબજે કર્યું હતું.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સિપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એસીપી ક્રાઈમ બી.બી.બસીયા, ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.એલ ડામોર, સી.એચ.જાદવની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.વી.ચુડાસમા, એએસઆઈ અશોક કલાલ, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી, જનક કુગસિયા સહિતના સાથે રહ્યા હતા.
આરોપી સામે લુંટ,ચોરી,મારામારી સહિતના ૨૧ ગુના
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ બનાવના દિવસે મીલપરા મેઈન રોડ પર જલારામ ભેળ પાસેથી એક્સેસ નંબર જીજે 3 એચડી 0499 ની ચોરી કર્યા બાદ આ ચોરાઉ એક્સેસ લઈ અહીં ઢેબર રોડ પાસે અકસ્માતનું નાટક કરી ફરિયાદીને ભક્તિનગર સોસાયટી પાસે લઇ જઇ લૂંટની આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપી વિરુદ્ધ અગાઉ રાજકોટના ભક્તિનગર, માલવિયાનગર, કુવાડવા રોડ, એ ડિવિઝન, બી ડિવિઝન તથા અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશન સરખેજ પોલીસ સ્ટેશનમાં મળી ચોરી, વાહન ચોરી, મારામારી, લૂંટ સહિતના કુલ 21 ગુના નોંધાઈ ચૂક્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech