ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ સેન્ટ્રલ એસટી બસપોર્ટની પબ્લિક યુરિનલમાં લઘુશંકા માટે જતા મુસાફરો પાસેથી કોન્ટ્રાકટર દ્રારા .૧૦ પડાવવામાં આવી રહ્યા હોવાનો અહેવાલ ગઈકાલે આજકાલ દૈનિકમાં પ્રસિધ્ધ થતા એસટી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી, દરમિયાન આજે ખુલતી કચેરીએ આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી કોન્ટ્રાકટરને નોટિસ ફટકારી .૧૦ હજારની પેનલ્ટી ભરવા આદેશ કર્યેા હોવાનું વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું. ઉપરોકત કાર્યવાહી બાદ હાલ તો મુસાફરો પાસેથી પૈસા પડાવવાનું બધં થયું છે પરંતુ જો હવે કોઈ મુસાફરો પાસેથી લઘુશંકા જવાનો ચાર્જ વસુલવામાં આવે તો આ મામલે રાજકોટ એસટી બસપોર્ટના ડેપો મેનેજરના મોબાઇલ નંબર ૬૩૫૯૯ ૧૮૭૩૬ ઉપર ફરિયાદ કરવા તેમજ ડેપો મેનેજરનો ફોન એંગેજ આવે કે નો–રિપ્લાય થાય તો વિભાગીય નિયામકના મોબાઇલ નંબર ૬૩૫૯૯ ૧૯૦૩૯ ઉપર ફરિયાદ કરવા મુસાફર જનતાને અનુરોધ કરાયો છે
યુરિનલ વિઝિટ નિ:શુલ્ક છે તેવા સાઇન બોર્ડ મુકાશે
રાજકોટ એસટી બસપોર્ટમાં મુસાફરો અને મુલાકાતીઓ માટે પબ્લિક યુરિનલની વિઝિટનો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી, આ નિ:શુલ્ક સેવા છે તેવા મોટા સાઇનબોર્ડ યુરિનલ બહાર મુકવામાં આવશે તેમ રાજકોટ વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું. સાથે જ તેમણે મુસાફરોને અપીલ કરી હતી કે આ માટે કોઈએ પૈસા ચૂકવવા નહીં, જો પૈસા માંગે તો તુરતં ડેપોમાં ફરિયાદ કરવી.
મહાપાલિકા હસ્તક્ષેપ કરી નિયામકને નોટિસ ફટકારશે
બસપોર્ટની પબ્લિક યુરિનલમાં લઘુશંકા જવાના ચાર્જ પેટે .૧૦ પડાવવામાં આવી રહ્યાનો મામલો મહાપાલિકા સુધી પહોંચ્યો છે. બસપોર્ટની એક જ દિવાલે મહાપાલિકા કચેરી આવેલી છે, બસપોર્ટમાં .૧૦ વસુલાતા હોય મુસાફરો બસપોર્ટ બહાર મહાપાલિકાની દિવાલે લઘુશંકા કરવા લાગ્યા છે. જો હવે વિભાગીય નિયામક પગલાં નહિ લે તો મહાપાલિકા હસ્તક્ષેપ કરી વિભાગીય નિયામકને નોટિસ ફટકારશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMજામનગરમા વાવાઝોડાની શક્યતાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
May 23, 2025 05:13 PMજામનગરમાં મહિલા પર દુષ્કર્મનું ‘ઝાડું’ ફેરવનાર 'આપ'નો કાર્યકર જેલભેગો, DySp એ વિગતો આપી
May 23, 2025 05:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech