દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડને દિલ્હી હાઈકોર્ટે યથાવત રાખી છે. સીએમ કેજરીવાલે આ ધરપકડને પડકારતી અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે.
અરજી ફગાવી દેતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે એવું ન કહી શકાય કે CBI દ્વારા કોઈ યોગ્ય કારણ વગર અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ રાહત માટે ટ્રાયલ કોર્ટમાં જઈ શકે છે.
દિલ્હી હાઈકોર્ટના આ આદેશ સામે અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં જશે. સીબીઆઈ દ્વારા ધરપકડ અને જામીનને લઈને સીએમ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં જશે. અરવિંદ કેજરીવાલને ED કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે.
આ પહેલા 26 જૂને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડને પડકારવા માટે સીએમ કેજરીવાલ વતી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેને આજે દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.
બીજી તરફ આ કેસમાં અરવિંદ કેજરીવાલનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ પ્રક્રિયામાં સામેલ 50 વધુ લોકોને પણ આરોપી બનાવવા જોઈએ કારણકે 15 લોકોએ ફાઇલ પર સહી પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ધરપકડ માત્ર કેજરીવાલને જેલમાં રાખવાના હેતુથી કરવામાં આવી હતી.
CBI વકીલોની દલીલો સાંભળ્યા પછી દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ કેજરીવાલની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સીબીઆઈએ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને એક્સાઈઝ કૌભાંડના માસ્ટરમાઇન્ડ તરીકે નામ આપ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech