નિષાદ કુમારે પેરિસ પેરાલિમ્પિકસમાં સિલ્વર મેડલ જીતીને ભારતના ખાતામાં ૭મો મેડલ ઉમેર્યેા છે. આ એથ્લેટે હાઈ જમ્પ ટી–૪૭ ઈવેન્ટમાં સતત બીજી વખત સિલ્વર મેડલ મેળવ્યો હતો. પેરિસ પહેલા તેણે ટોકયો પેરાલિમ્પિકસમાં પણ આ જ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. નિષાદે સિઝનનો સર્વશ્રે ૨.૦૪ મીટરનો જમ્પ લગાવ્યો હતો. નિષાદે ત્રણ વર્ષ પહેલા ટોકયો પેરાલિમ્પિકમાં આ સ્પર્ધામાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. મેન્સ હાઈ જમ્પમાં અમેરિકાના રોડરિક ટાઉનસેન્ડ પ્રથમ ક્રમે રહ્યા હતા. તેણે ગોલ્ડ મેડલ કબજે કર્યેા. ટાઉનસેન્ડે ટોકયો પેરાલિમ્પિકસમાં પણ ગોલ્ડ જીત્યો હતો. નિષાદે આ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને ૧૧ ખેલાડીઓમાં પ્રભુત્વ જમાવ્યું હતું. જોકે, ટાઉનસેન્ડે ૨.૧૨ મીટરનો આંકડો પાર કરીને સિઝનનું પોતાનું સર્વશ્રે પ્રદર્શન આપ્યું અને ગોલ્ડ મેડલ જીત્યો. નિષાદે ટોકયોથી પોતાના મેડલને વધુ બહેતર બનાવવા માટે પેરિસ પેરાલિમ્પિકસમાં ભાગ લીધો હતો. જોકે, અમેરિકન એથ્લેટ ટાઉનસેન્ડ ફરી એકવાર નિષાદ માટે અવરોધ સાબિત થયો.
દરમિયાન, અન્ય ભારતીય હાઇ જમ્પર રામ પાલે પણ સાં પ્રદર્શન કયુ. જો કે તે સાતમા નંબર પર રહ્યો હતો. નિષાદ પહેલા, પ્રીતિ પાલે પેરિસ પેરાલિમ્પિકસમાં એથ્લેટિકસમાં તેનો બીજો મેડલ (કાંસ્ય) જીત્યો હતો, જે મહિલાઓની ૨૦૦મીટર ટી–૩૫ સ્પર્ધા હતી.
ઉલ્લેખનીય છે કે છ વર્ષની ઉંમરે નિષાદને ગંભીર અકસ્માતનો સામનો કરવો પડો હતો. ત્યારબાદ તેના પરિવારના ખેતરમાં ઘાસ કાપવાના મશીનથી તેનો જમણો હાથ કપાઈ ગયો હતો. આમ છતાં, તેણે રમતમાં, ખાસ કરીને એથ્લેટિકસમાં તેની પ્રતિભા સાબિત કરી. આ માટે તેની માતાએ તેને પ્રેરણા આપી, જે પોતે રાય સ્તરીય વોલીબોલ ખેલાડી અને ડિસ્કસ થ્રોઅર રહી ચૂકયા છે. નિષાદે ૨૦૦૯માં પેરા–એથ્લેટિકસમાં પ્રવેશ કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech