શેરબજારમાં શનિવારના વિશેષ સેશનમાં એનએસઈ નિટી ઓલટાઈમ હાઇ સપાટી પહોંચી હતી. અગાઉની સપાટી તોડીને નિટી ૨૨૪૨૦ સુધી પહોંચી ગઈ હતી. જે આજ સુધીની સર્વેાચ્ચ સપાટી છે.શનિવાર એટલે કે આજે શેરબજારમાં ૨ વિશેષ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ સત્ર સવારે ૯:૧૫ થી ૧૦ વાગ્યા સુધી ખુલ્લું હતું. આ સમયગાળા દરમિયાન સેન્સેકસ અને નિટી રેકોર્ડ હાઈ પર પહોંચ્યા હતા. પ્રથમ સત્રના અતં પછી, બીએસઈ સેન્સેકસ ૧૧૪.૯૧ પોઈન્ટ વધીને ૭૩,૮૬૦.૨૬ પર હતો. તે જ સમયે, એનએસઈ ૦.૨૫ ટકાના વધારા સાથે ૨૨,૩૯૫ પર હતો. જયારે બીજું સત્ર સવારે ૧૧:૩૦ થી ૧૨:૩૦ સુધી ખુલ્લું રહ્યું હતું.
આજે પણ શેરબજારમાં ઉજવણીનો માહોલ છે. ગઈકાલના બંધની સરખામણીએ આજે બીએસઈ સેન્સેકસ ૧૦૩ પોઈન્ટના વધારા સાથે ૭૩,૮૪૮.૧૯ પર ખુલ્યો હતો. થોડા સમય પછી, સેન્સેકસ તેની સર્વકાલીનઐંચી સપાટીને વટાવીને ૭૩,૯૮૨.૧૨ પર પહોંચી ગયો. તે જ સમયે, નેશનલ સ્ટોક એકસચેન્જનો નિટી ૨૨,૪૨૦.૨૫ના સર્વેાચ્ચ સ્તરે પહોંચવામાં સફળ રહ્યો છે.
બીએસઈમાં ટાટા સ્ટીલના શેરમાં વધારો ચાલુ છે. સવારે શેરોમાં ૧ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. જયારે ટાટા મોટર્સના શેરમાં પણ વધારો થયો છે. બીજી તરફ આઈ.સી.આઈ.સી.આઈ બેંક, એચડીએફસી બેંક, ટાઇટન, પાવર ગ્રીડના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.સ્થાનિક શેરબજારોએ ગઈકાલે જોરદાર છલાંગ લગાવી અને અત્યાર સુધીના સર્વેાચ્ચ સ્તરે પહોંચી. પ્રભાવશાળી જીડીપી ડેટા અને વિદેશી રોકાણકારોના આકર્ષણમાં વધારો થતાં સેન્સેકસ ૧,૨૪૫ પોઈન્ટ ઉછળ્યો હતો. નિટીમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech