વડોદરામાં કાળજું કંપાવી નાખતી ઘટના સામે આવી છે. ગટરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે. ગટર બ્લોક થતા પાલિકાને સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી. આથી પાલિકાની ટીમ આવી ગટર ખોલતા જ નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયરબ્રિગેડે શિશુના મૃતદેહને પોલીસને સોંપ્યો છે. ક્યાં વિસ્તારમાંથી મૃતદેહ તણાઈ આવ્યો તે તપાસનો વિષય છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નવજાત શિશુને જીવિત ત્યજી દીધી કે મૃત?
ગટરમાંથી મળી આવેલા નવજાત શિશુના મૃતદેહને લઈને લોકોમાં અનેક પ્રકારના તર્ક વિતર્ક થઈ રહ્યા છે. લોકોમાં ચર્ચા છે કે, નવજાત શિશુને જન્મ આપનાર માતાએ શિશુને જીવિત છોડી દીધું હશે કે મૃત હાલતમાં છોડી દીધું હશે. જો કે, આ ઘટનાને લઈને મૃત શિશુની માતા પર ફિટકાર વરસી રહી છે.
પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધ્યો દરમિયાન પોલીસે બાળકના મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં નવજાત બાળકી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ડ્રેનેજ ચેમ્બરમાં બાળક મૂકી જનાર અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMમહાભારત બનાવવામાં સપ્તાહે 2 લાખનું નુકસાન હતું,
February 24, 2025 12:11 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech