રાજકોટ યાર્ડમાં નવા તલની આવક શરૂ: નિકાસ ઓર્ડરથી ભાવ વધ્યા

  • May 17, 2025 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં નવા તલની આવક શરૂ થઇ છે, દરરોજ સરેરાશ ૩૦૦ મણ નવા તલ આવી રહ્યા છે. ચાલુ પખવાડિયાના અંતથી નવા તલની આવક ઉત્તરોતર વધશે, બીજી બાજુ ચાલુ વર્ષે સાઉથ કોરિયાના મોટા ટેન્ડરનો એક્સપોર્ટ ઓર્ડર ભારતને મળ્યો હોય નવા તલની સીઝનના પ્રારંભથી જ ભાવમાં તેજી જોવા મળી રહી છે. હાલ પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર લઘુતમ રૂ.૧૮૦૦થી રૂ.૨૧૦૦ સુધી પહોંચ્યો છે.

વિશેષમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ, તલના વાવેતર અને ઉત્પાદન ક્ષેત્રે સમગ્ર ભારત અને વિશ્વમાં ગુજરાત મોખરે છે ત્યારે આ વખતે સાઉથ કોરીયા ગવર્નમેન્ટનું ૧૩ હજાર ટન તલનું પુરેપુરૂ ગ્લોબલ ટેન્ડર ભારતને મળ્યું છે, તલનો નવો પાક બજારમાં આવશે એટલે ખેડૂતોને પણ સારા ભાવ મળવાની આશા બંધાઇ છે.આ વર્ષે ગુજરાતના ડેટા પ્રમાણે અંદાજે ૧,૨૪,૨૩૨ હેકટરમાં તલનું વાવતેર થયેલ છે અને ૧,૨૮,૬૨૬ મેટ્રીક ટનનું ઉત્પાદન આવવાની ધારણા છે. તલના ઇમ્પોર્ટ માલના ભાવ બહુ નીચા હોવાથી અને ગયા વર્ષે ભારત-ગુજરાતના ભાવ પ્રમાણમાં ઉંચા હોવાથી કોરીયાના ટેન્ડરમાં ભારતનો હિસ્સો ખુબ ઓછો હતો, પરંતુ આ વર્ષે નેચરલ તલનું એક્ષપોર્ટ વધશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application