ભારત અને ન્યુઝીલેન્ડ આવતીકાલે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. જ્યારે ન્યુઝીલેન્ડે બીજા સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ૫૦ રનથી જીત મેળવી હતી. ફાઇનલ મેચ આવતીકાલે ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
ભારત અને ન્યુઝીલેન્ડ અગાઉ ગ્રુપ સ્ટેજમાં પણ એકબીજાનો સામનો કરી ચૂક્યા છે. ત્યારે રોહિત બ્રિગેડે 44 રનથી જીત મેળવી હતી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની તે મેચ દુબઈમાં જ રમાઈ હતી, જ્યાં સ્પિનરોનું વર્ચસ્વ હતું. ભારતીય ટીમે તે મેચમાં 250 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ કિવી ટીમ ભારતીય સ્પિનરો સામે પડી ભાંગી.
ન્યુઝીલેન્ડ સામેની મેચમાં મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ પાંચ વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ પણ ભારે તબાહી મચાવી હતી. ભારતીય ટીમે તે મેચમાં ચાર સ્પિનરો ઉતાર્યા હતા, જે એક સફળ પ્રયોગ હતો. આ પછી, સેમિફાઇનલમાં પણ ભારતે ઓસ્ટ્રેલિયા સામે 4 સ્પિનરોની યુક્તિનો ઉપયોગ કર્યો.
હવે ન્યુઝીલેન્ડની ટીમ ફાઇનલમાં ભારતીય સ્પિનરોથી ડરી રહી છે. ફાઇનલમાં પણ, ભારતીય ટીમ ચાર સ્પિનરોને મેદાનમાં ઉતારી શકે છે, જે દુબઈની પીચ માટે ખૂબ અસરકારક છે. આવી સ્થિતિમાં કિવી ટીમ ભારતીય સ્પિનરોનો ઉકેલ શોધવામાં વ્યસ્ત છે. આ મેચમાં ઝડપી બોલર મેટ હેનરી રમશે કે નહીં તે નિશ્ચિત ન હોવાથી ન્યુઝીલેન્ડ ફાઇનલમાં પાંચ સ્પિનરોને મેદાનમાં ઉતારી શકે છે. જો હેનરી બહાર થાય છે તો કિવી ટીમ તેના સ્થાને ઓલરાઉન્ડર માર્ક ચેપમેનને પ્લેઇંગ-૧૧માં સામેલ કરવાનું વિચારી શકે છે.
માર્ક ચેપમેન ડાબા હાથનો બેટ્સમેન છે અને ઉપયોગી સ્પિનર પણ છે. જો ચેપમેન રમે તો કિવી ટીમ પાસે પાંચ સ્પિનરનો વિકલ્પ રહેશે. ચેપમેન ઉપરાંત, કેપ્ટન મિશેલ સેન્ટનર, માઈકલ બ્રેસવેલ, રચિન રવિન્દ્ર અને ગ્લેન ફિલિપ્સના નામનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં સેન્ટનર, બ્રેસવેલ, રવિન્દ્ર અને ફિલિપ્સે શાનદાર બોલિંગ કરી હતી.
ફાઇનલમાં ન્યુઝીલેન્ડ પોતાના ઓપનિંગ કોમ્બિનેશનમાં ભાગ્યે જ કોઈ ફેરફાર કરશે. આનો અર્થ એ થયો કે વિલ યંગ અને રચિન રવિન્દ્ર ફરી એકવાર કિવી ટીમ માટે ઓપનિંગ કરી શકે છે. યુવા ખેલાડીઓના રમવાનો અર્થ એ થશે કે ડેવોન કોનવે ફરી એકવાર બેન્ચ પર રહેશે. ભારતની જેમ ન્યુઝીલેન્ડ પાસે પણ મજબૂત બેટિંગ લાઇન-અપ છે જે નંબર 10 સુધી છે. રવિન્દ્રએ વર્તમાન ટુર્નામેન્ટમાં બે સદી ફટકારી છે. જ્યારે કેન વિલિયમસન અને વિલ યંગે પણ સદીની ઇનિંગ્સ રમી છે.
ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ-૧૧
મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઇકલ બ્રેસવેલ, કાયલ જેમીસન, મેટ હેનરી/માર્ક ચેપમેન, ટોમ લેથમ (વિકેટકીપર), ડેરિલ મિશેલ, વિલ ઓ'રોર્ક, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, વિલ યંગ.
ભારતની સંભવિત પ્લેઇંગ-૧૧
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરામનવમીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું રંગેચંગે થયુ સમાપન
April 07, 2025 02:34 PMજામનગરના મહાકાળી સર્કલ સહિતના વિસ્તારોમાં રસ્તા પરથી ગેરકાયદે રેકડીઓ કબજે
April 07, 2025 02:22 PMપ્રિસ્ક્રિપ્શન પર લખેલી ડોક્ટરની ડિગ્રી જોઈ દર્દી ગોથું ખાઈ ગયો! તમે પણ વાંચીને ખડખડાટ હસી પડશો
April 07, 2025 02:09 PMજામનગરના જોડીયા તાલુકામાં થયેલ લૂંટની ફરિયાદમાં ફરિયાદી આરોપી નીકળ્યો
April 07, 2025 02:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech