સૌરાષ્ટ્ર્રમાં છુટા છવાયા હળવાથી ભારે શ્રાવણી સરવડા વરસતા છેલ્લા ૨૪ કલાકમાં પાંચ ડેમમાં નવા નીરની આવક થઇ છે, રાજકોટનો ન્યારી–૨ ડેમ બીજી વખત છલકાતા દરવાજો ખોલાયો છે.
વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના લડ સેલના જણાવ્યા મુજબ રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપરના ન્યારી–૨ ડેમમાં ૦.૧૬ ફટની આવક થતા ડેમ ૨૦.૭૦ ફટની પૂર્ણ સપાટીએ ભરાતા એક દરવાજો ૦.૦૨૫ મીટર સુધી ખોલાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લાના ન્યારી–૨માં ૦.૧૬ ફટ, આજી–૩માં અડધો ફટ, મોરબી જિલ્લાના મચ્છુ–૨માં ૦.૧૦ ફટ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો–૨ ( ધોળી ધજા)માં ૦.૨૦ ફટ અને અમરેલી જિલ્લાના સાંકરોલી ડેમમાં ૦.૨૦ ફટ નવા નીરની આવક નોંધાઇ છે. રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્ર્રના કુલ ૮૨ ડેમમાંથી એક પણ ડેમ ઉપર વરસાદ નોંધાયો નથી.
ખાસ કરીને રાજકોટને પીવાનું પાણી પુ પાડતા આજી–૧, ન્યારી–૧ અને ભાદર–૧માં તો એક બુંદ પાણીની આવક નથી. આજે સવારની સ્થિતિએ ભાદર–૧ની સપાટી ૨૧.૬૦ ફટએ પહોંચી છે અને ઓવરલો થવામાં ૧૨.૪૦ ફટ બાકી છે, આજી–૧ની સપાટી ૧૯.૬૦ ફટે પહોંચી છે અને ઓવરલો થવામાં ૯.૪૦ ફટ બાકી છે, યારે ન્યારી–૧ની સપાટી ૧૪.૪૦ ફટે પહોંચી છે અને ઓવરલો થવામાં હજુ ૧૦.૭૦ ફટ બાકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech