ઈેલોન મસ્કના સ્પેસએકસના હાઇ–સ્પીડ ઇન્ટરનેટ પ્રોજેકટ સ્ટારલિંકને ગતરોજ મોટી અડચણનો સામનો કરવો પડો. ડાઉનડિટેકટર અનુસાર, ૪૧,૩૦૦ થી વધુ યુઝર્સે નેટવર્ક મામલે ફરિયાદ કરી છે. જે ઓનલાઈન આઉટેજને ટ્રેક કરે છે. મોટાભાગના યુઝર્સે ફુલ બ્લેકઆઉટની ફરિયાદ કરી છે.
સ્ટારલિંકના સત્તાવાર ટિટર હેન્ડલ પર શેર કરવામાં આવેલી એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, સ્ટારલિંક હાલમાં નેટવર્ક આઉટેજનો સામનો કરી રહી છે અને અમે તેને ઉકેલવા માટે કામ કરી રહ્યા છીએ. એકવાર આ સમસ્યા ઉકેલાઈ જાય પછી નેટવર્ક અપડેટ થઈ જશે.
આ આઉટેજ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્ટારલિન્કએ સ્પેસ એકસની માલિકીની પેટાકંપની છે, જે ૭૦ થી વધુ દેશોમાં કવરેજ આપે છે. ૨૦૧૯ માં શ કરાયેલ, આ સેટેલાઇટ વેન્ચર એવા દેશોમાં ઇન્ટરનેટ કનેકિટવિટી લાવવાનો પ્રયાસ કરે છે યાં હાઇ–સ્પીડ ઇન્ટરનેટનો અભાવ છે.
આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ ડાઉનડિટેકટર અનુસાર, સ્ટારલિંક સેવાઓ ૪૧,૩૯૩ યુઝર્સ માટે ડાઉન હતી. કંપનીએ અગાઉ કહ્યું હતું કે, અમે હાલમાં નેટવર્ક આઉટેજનો અનુભવ કરી રહ્યા છીએ અને સક્રિયપણે ઉકેલોનો અમલ કરી રહ્યા છીએ. સ્પેસએકસની સ્ટારલિંક પૃથ્વીની પરિક્રમા કરતા અંદાજે ૭,૫૦૦ ઉપગ્રહોમાંથી ૬૦%ની માલિકી ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech