અનેક વિદ્યાર્થીઓ - બાળકો યુવાનો સહિતના લોકો દ્વારા મોબાઇલના ઓછા ઉપયોગના સંકલ્પ લેવાયા
ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ ડી મહેતા એજયુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી અંતર્ગત જાહેર જનતા અને ખાસ કરીને બાળકો માટે એક દિવસીય "એકવીસમી સદીનું વ્યસન : મોબાઈલ" પર પ્રદર્શન નું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું.
33 પેનલના પ્રદર્શનમાં મોબાઈલના વધુ પડતાં ઉપયોગથી થતાં ગેરફાયદા તેમજ યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા થતાં અન્ય બીજા વ્યસન અંગેની વિગત આ પ્રદર્શનમા સામેલ કરવામાં આવી હતી. લગભગ ધ્રોલ સ્થાનિક તેમજ આજુબાજુના વિસ્તારની શાળાના ૨,૦૦૦ થી વધુ બાળકો અને અન્ય આમજનતા આ પ્રદર્શન નિહાળવા માટે હાજરી આપી હતી. સાથે સાથે તેઓને મોબાઇલના ઓછા ઉપયોગ અંગે સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા.
સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરી સુધાબેન ખંઢેરીયાએ કેન્દ્ર્ના ડો સંજય પંડ્યા અને તેની ટીમને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણીના ભાગરૂપે યોજેલ આ પ્રદર્શનની સફળતા અંગે અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech