અમદાવાદ ખાતે શિવાય ક્રિકેટ ગ્રાઉન્ડ, કરાઈ ખાતે 12 અને 13 એપ્રિલે “રાષ્ટ્રીય માર્ગ સલામતી ક્રિકેટ ટૂર્નામેન્ટ“નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદ ટ્રાફિક ડીસીપી સફીન હસન (આઈપીએસ) અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડીસીપી ઝોન-2 ભરત રાઠોડ (આઈપીએસ) ઉપસ્થિત રહ્યા હતા. બંને અધિકારીઓએ માર્ગ સલામતી માટે ચાલી રહેલા આવા પ્રયાસોને ખૂબ જ સરાહનીય ગણાવ્યા અને યુવાઓને આંદોલનનો હિસ્સો બનવા પ્રોત્સાહન આપ્યું. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્તરે ઉત્તમ કામગીરી કરનાર 9 અધિકારીઓને માર્ગ સલામતી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. ગુજરાતમાં રાજકોટ આરટીઓ કેતન ખાપેડ, આરટીઓ ઇન્સ્પેકટર ડી. બી. પટેલ, આસી.આરટીઓ ઇન્સ્પેકટર એચ. બી. ચૌધરીને એવોર્ડ પ્રાપ્ત થયો હતો
આ અવસરે મહાનુભાવો દ્વારા દરેકને માર્ગ સલામતી અંગે સંદેશ આપવામાં આવ્યો. ઉપરાંત, ડીસીપી સાફીન હસન અને ડીસીપી ભરત રાઠોડના હસ્તે જરૂરિયાતમંદ ડ્રાઈવરોને નિઃશુલ્ક હેલ્મેટ આપી માર્ગ સલામતી માટે તેમના યોગદાનને પ્રેરણાત્મક બનાવ્યું.
આ ટૂર્નામેન્ટના ફાઈનલ મુકાબલામાં ‘ટીમ ગુજરાત લાયન્સ’ એ ‘ટીમ બંગાળ રાઈડર્સ’ સામે 91 રનની ભવ્ય જીત મેળવી ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. ગુજરાત લાયન્સની આ વિજય ટૂર્નામેન્ટનો ખાસ આકર્ષણ રહી હતી. માર્ગ સલામતી કમિશનર મેદાને ઉપસ્થિત રહ્યા અને ટુર્નામેન્ટ વિજેતા તેમજ રનર્સ-અપ ટીમોને ટ્રોફી અને હેલ્મેટ આપી. તેમણે ખેલાડીઓને સમગ્ર દેશમાં “માર્ગ સલામતીનો સંદેશ” પહોચાડવાની અપીલ પણ કરી હતી.
આ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા ફેડરેશનના અધ્યક્ષ અશફાક અહમદ, મહામંત્રી સંપતકુમાર, ખજાનચી સચિન બોધાલે , સચિવ એસટીએ સી.ટી. મૂર્તિ કર્ણાટકના ટ્રાન્સપોર્ટ કમિશનર ઉમાશંકર ઉપસ્થિત રહ્યા હતા. ટૂર્નામેન્ટ દરમિયાન મેદાનમાં માર્ગ સલામતીના બેનરો લગાવવામાં આવ્યા હતા અને કમેન્ટેટર્સ દ્વારા સતત માર્ગ સલામતીના સંદેશો આપવામાં આવતા રહ્યા.કાર્યક્રમના અંતે બધા ઉપસ્થિત સભ્યો અને ખેલાડીઓએ માર્ગ સલામતી પ્રતિજ્ઞા લીધી અને જનજાગૃતિ માટે પોતાના કામક્ષેત્રે આ અભિયાનને આગળ ધપાવવાનો સંકલ્પ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech