ઊનાનાં રાવણાવાડી ખાતે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડની ઉપસ્થિતિમાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે વિધાનસભા મતવિસ્તારમાં નારીશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ર્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારીશક્તિ વંદના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. રાજ્યમાં ૧૩ હજારથી વધુ સ્વસહાય જૂથની મહિલાઓને ૨૫૦ કરોડથી વધુની સહાય વિતરણ સાથે યોજાયેલા નારીશક્તિ વંદના કાર્યક્રમમાં જિલ્લ ાના સ્વસહાય જૂથોને રિવોલ્ડિંગ ફંડ, કેશ- ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે લાખોની સહાયનું હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે જણાવ્યું કે, નાની બાળકીથી શરૂ કરી અને વયોવૃદ્ધ મહિલાઓ માટેની અનેક યોજનાઓ કાર્યરત કરી મહિલા ઉત્કર્ષને વેગ આપ્યો છે. તેમ જણાવી સુકન્યા સમૃદ્ધિ યોજના, ગંગા સ્વરૂપા યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આંગણવાડી યોજના, સરકારી નોકરીઓમાં મહિલા પ્રતિનિધિત્વ, બેટી બચાવો, બેટી પઢાઓ સહિતની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની સવિસ્તાર વાત કરી મહિલાઓને કઈ રીતે સક્ષમ બનાવી શકાય તે માટે પ્રયત્નોની વાત કરી હતી. મહિલા મંડળનાં તાલુકા પ્રમુખે નારી શક્તિ વંદના કાર્યક્રમ દ્વારા મહિલાઓને સન્માન આપવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હું બહુ ભણેલી નથી છતાં મારા જેવી બહેનો ઘરે બેઠાં બે પૈસા કમાય તે માટેની ચિંતા વડાપ્રધાનએ કરી છે. આ પ્રસંગે સ્કૂલની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. આ તકે પ્રાંત અધિકારી હિરવાણીયા, મામલતદાર ભીમાણી, પાલિકા ચીફ ઓફિસર ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ એભાભાઈ મકવાણા, પૂર્વ ભાજપ પ્રમુખ સામતભાઈ ચારણીય, જિલ્લ ા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન ડાયાભાઈ જાલોધરા, શહેર પ્રમુખ મિતેષ શાહ, નગરપાલિકા પુર્વ ઉપ પ્રમુખ ચંદ્રેશભાઇ રાધે, ભાજપ અગ્રણી રાજુભાઈ ડાભી, પ્રકાશભાઈ ટાંક સહિત આગેવાનો હાજર રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech