વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ ૨૮ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ પ્રવાસ દરમિયાન અત્યાર સુધીમાં બે કાર્યકર્મ ફાઈનલ કરવામાં આવ્યા છે જે અમરેલી જિલ્લાના દુધાળા ખાતે ભારત માતા સરોવરના ઉધ્ઘાટનની સાથે વડોદરામાં ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાટ પ્લાનની અંતિમ એસેમ્બલી લાઈનનું ઉધ્ઘાટન કરશે તે પૂર્વે એક ખાસ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
એરપોર્ટથી ટાટા એડવાન્સ સિસ્ટમ સુધીના અઢી કિલો મીટરના રોડ શોમાં સ્પેટ્રોનના વડાપ્રધાન પેન્ડરો સાંચેઝ પણ જોડાવાના છે વડાપ્રધાનના રોડ શો ના કારણે આખા રોડને તોરણ થી શણગારવામા આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને વહીવટી તત્રં કામે લાગી ગયું છે અઢી કિલોમીટર રોડ શોના ટ પર બે સ્થળોએ વડાપ્રધાનના ૩૫ ફટના બે કટ આઉટ મુકવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ રોડ શો ને યાદગાર બનાવવા માટે વહીવટી તત્રં કામે લાગ્યું છે વડોદરામાં બે દેશ વચ્ચે થનાર ઐતિહાસિક કરાર પૂર્વે આ કાર્યક્રમને વધુ યાદગાર બનાવવા માટે સમગ્ર ટ પર કલ્ચરલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સેલ્ફી પોઇન્ટ પણ મુકવવામાં આવશે તદુપરાંત સ્પેનના વડાપ્રધાનને આવકારતા હોડિગ પણ લગાવવામાં આવશે.
વડોદરા ના ન્યુ વીઆઈપી રોડ પર તાતા એડવાન્સ સિસ્ટમના એરક્રાટ પ્લાન ની અંતિમ એસેમ્બલી લાઈન નુ ઉધ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે આ કાર્યક્રમમાં સ્પેનના વડાપ્રધાન પેટ્રો સાચેજ પણ હાજરી આપશે કાર્યક્રમ પૂર્વે નરેન્દ્ર મોદી એરપોર્ટથી તાતા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ સુધીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અઢી કિલોમીટર સુધીના રોડ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન જોડાશે તેના પગલે વહીવટી તત્રં યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech