નવા કેલેન્ડર વર્ષ સાથે આવકવેરા વિભાગે ફરી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને મોટી કરચોરી નો દલ્લો ઝડપી લેવા માટે ભર ઠનડીમાં કવાયત હાથ ધરી છે. આ અંગેની વિગત મુજબ ગુજરાતમાં આવકવેરા વિભાગે દરોડા પાડા છે જેમાં રીયલ એસ્ટેટ અને ગરમ મસાલા સાથે સંકળાયેલા એશિયન ગ્રુપ પર તવાઈ ઉતારી છે આ દરોડામાં ૧૫૦થી વધુ અધિકારીઓ દ્રારા ૨૫ થી વધુ સ્થળો પર સર્ચ ચાલી રહ્યું છે.
આવકવેરાના સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર ખેડા નડિયાદ અને આણંદમાં ઇન્કમટેકસ વિભાગ એ ધામા નાખ્યા છે. નડિયાદમાં ગરમ મસાલા સાથે સંકળાયેલ એશિયન ગ્રુપ આવકવેરા વિભાગ ની જાતે ચડું છે અને એશિયન ગ્રુપ સાથે સંકળાયેલા આણંદના નારાયણ ગ્રુપ પર દરોડા પડા છે.
ગુજરાતના ઇન્કમટેકસ સુપર ઓપરેશનમાં ખેડા, નડિયાદ અને આણંદના બે ગ્રુપ ઉપર ઇન્કમટેકસ ત્રાટકયું છે યાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. વધુમાં મળતી વિગત અનુસાર સુરત આવકવેરા વિભાગનું આ મેગા સર્ચ ઓપરેશન છે જેમાં સૌરાષ્ટ્ર્ર કચ્છની ટીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગરમ મસાલા ના વેપાર સાથે સંકળાયેલા એશિયન ગ્રુપ અને તેના ભાગીદારો તેમજ તેની સાથે નાણાકીય વ્યવહાર ધરાવતા લોકોને ત્યાં પણ તપાસનો દોર લંબાયો છે. નાણાકીય વર્ષ પૂં થવાની તૈયારી છે ત્યારે આવકવેરા વિભાગએ ફરી દરોડાની કામગીરી હાથ ધરતા કરચોરોની નીંદર ઉડી ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech