શાપર વેરાવળ ઓધોગિક વસાહત વિસ્તારની ચાર વર્ષની માસુમ બાળકીને હવસનો શિકાર બનાવવાના ગુનાનો કેસ ગોંડલની અદાલતમાં ચાલી જતા સ્પેશિયલ પોકસો કોર્ટના ન્યાયાધીશે નરાધમને આજીવન કેદ અને દડં ફટકારતો હત્પકમ કર્યેા છે.
આ કેસની હકીકત મુજબ, મુજબ શાપર વેરાવળ વિસ્તારમાં ફરીયાદીની વર્ષ ૪ની પોત્રીને શાપર વેરાવળ વિસ્તારમાં આવેલ મચ્છી માર્કેટ પાસે રહેતા ધર્મેન્દ્રરામ સુધુરામ તા.૧૬ ૦૩ ૨૪ના ભોગબનનાર બાળકીને નાસ્તાની લાલચ આપી લઈ જઇ અને તેની સાથે દુષ્કર્મ આચરી અને શાપર વેરાવળ વિસ્તારમાં શાપર પુલ ઉતરતા સર્વિસ રોડ ઉપર ભોગબનનારને મુકીને નાશી ગયાની ભોગબનનારની દાદીએ સાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બાદ આરોપીની પોલીસે સીસીટીવી ફુટેઝના આધારે ધર્મેન્દ્રરામ સુધુરામ આઈયુસીએડબલ્યુ યુનિટના પોલીસ ઇન્સ્પેકટર આર. એમ. રાઠોડે ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ બાદ બાળકીની મેડીકલ તપાસણી કરાવેલી બાદ ધર્મેન્દ્રરામ સુધુરામ સામે પોકસો અદાલતમાં ચાર્જશીટ કરી હતી. ગોંડલની સ્પેશિયલ પોકસો કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્રારા દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજુ કયુ હતું. કોર્ટમાં ભોગબનનાર સગીરાની જુબાની તથા દસ્તાવેજી પુરાવા તેમજ દાદીની જુબાની તથા સીસીટીવી ફુટેઝનો પુરાવો તથા સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયાની દલીલો ધ્યાને રાખી ગોંડલના સેશન્સ જજ એમ.એ.ભટ્ટી આજીવન કેદની સજા ફરમાવેલી હતી.આ કામમાં સરકાર તરફે સરાકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech