જામનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દેવાના ચકચારી કેસમાં જામનગરની સ્પે. કોર્ટે આરોપી નરાધમ પિતાને તકસીરવાન ઠેરવીને આજીવન કેદ-છેલ્લા શ્ર્વાસ સુધીની સજા ફટકારી છે તેમજ દંડ અને વળતર પેટે રકમ ચુકવવા આદેશ કર્યો છે.
જામનગરમાં રહેતી ૧૩ વર્ષ અને ૩ માસની સગીર પુત્રી ઉપર તેના જ સગા પિતા એ કુદ્રષ્ટિ કરી હતી. અને માર મારવાની બીક આપી તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. અને આ બાબત કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી. તેણી ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી ત્યારે પણ આ પીતા એ પોતાની પુત્રી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. અને આ પછી અવાર નવાર સગી પુત્રી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
આખરે એક દિવસ સગીરાને પેટમાં દુખાવો ઉપાડતા તેણીની મોટી બહેન તેને સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં તબીબી તપાસ કરવામાં આવતા તેણીને ૧૨ અઠવાડિયાનો ગર્ભ હોવાનું ખુલવા પામ્યું હતું. આખરે આ બાબતે સરકારી ડોક્ટર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાનું નિવેદન અને તેની ફરિયાદ ના આધારે પિતા સામે ગુનો નોંધ્યો હતો.
આ બનાવ અંગે ૨૭/૧૧/૨૦૨૨ના ગુનો નોંધાયા પછી પોલીસે આરોપીને ધરપકડ કરી હતી. અને પોલીસ દ્વારા આ બનાવમાં ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો. ઉપરાંત ભોગ બનનાર સગીરાની મોટી બહેનને પણ તેના પિતા એ અગાઉ અડપલા કર્યા હતા. આથી તેણી ઘર છોડીને ભાગી ગઈ હતી ત્યારબાદ. વિકાસ ગ્રહ માં રહેવા ચાલી ગઈ હતી જોકે થોડો સમય પછી ત્યાં થી પોતાના ઘરે પરત ફરી હતી.
આ અંગેનો કેસ જામનગરની સ્પેશિયલ કોર્ટના ન્યાયાધીશ એમ. કે. ભટ્ટ સમક્ષ ચાલી જતા ૧૯ સાક્ષી ઓ સરકાર પક્ષે તપાસવામાં આવ્યા હતા. ઉપરાંત દસ્તાવેજી પુરાવા અને બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી પિતા ને આજીવન કેદની સજા એટલે કે છેલ્લા શ્ર્વાસ સુધીની સજા અને ૪૦ હજાર નો દંડ તથા સરકાર તરફ થી વળતર પેટે સગીરાને ૬ લાખ ચૂકવવા પણ આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.