હથિયારો સાથે વાહનોમાં શખ્સો રાત્રીના ઘસી આવ્યા : યુવતિને તેના પરિવારના સભ્યો સાથે લઇ ગયા : સાત સામે ફરીયાદ
જામનગરની નજીક આવેલ નાઘેડી ગામમાં પ્રેમલગ્નના મામલે બધડાટી બોલી હતી, યુવક અને તેના પરિવારના સભ્યો પર હથિયારો સાથે ઘસી આવેલા શખ્સોએ હુમલો કર્યો હતો તેમજ ફરીયાદી યુવકની પત્નીનું અપહરણ કરી ગયા હતા, યુવતિના પરિવારના સભ્યો સહિતના શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નાઘેડી ગામ નવા પાણીના ટાંકા વિસ્તારમાં રહેતા અને ફર્નિચરનો ધંધો કરતા હાર્દિક ભીખુભાઇ ધોકીયા (ઉ.વ.25) નામના કુંભાર યુવાને લવમેરેજ કયર્િ હોય જેનો ખાર રાખીને યુવતિના પરિવારજનો ગત રાત્રીના નાઘેડી ગામમાં હથિયારો સાથે ઘસી આવ્યા હતા અને બધડાટી બોલાવી હતી તેમજ યુવતિને તેના પરિવારજનો ગેરકાયદે રીતે સાથે લઇ ગયા હતા.
હાર્દિકભાઇ ધોકીયાએ પંચ-બીમાં નોંધાવેલી ફરીયાદ મુજબ ફરીયાદીએ પ્રેમલગ્ન કરેલ હોય જેનો ખાર રાખીને ફરીયાદીના સસરા હાજાભાઇ, તેનો સાળો રાહુલ સહિતના શખ્સો ગત રાત્રીના 11-30ના સુમારે બે ફોરવ્હીલ કારમાં ત્યા ઘસી આવ્યા હતા અને ફરીયાદીના ઘરની ડેલી ઠોકીને હથિયારો સાથે આવ હાર્દિકભાઇ તથા તેના પિતા બંને બાજુમાં ઉભેલા હતા ત્યારે ચોરણી પહેરેલ શખ્સે કોષથી વાંસા અને સાથળમાં ઘા ઝીંકી દીધો હતો તેમજ ઢીકાપાટુનો ઘા મારી મુંઢ ઇજા પહોચાડી હતી.
ફરીયાદીના પિતાને પણ પગ અને શરીરે મુંઢ માર માર્યો હતો, ફરીયાદીના ભાઇ પરેશને કેડના ભાગે ધોકા અને નખથી વિખોળીયા ભરી લીધા હતા બે થી ત્રણ શખ્સોએ ફરીયાદીના પત્ની મમાં હોય તે દરવાજો તોડીને અંદર જઇ તેણીને મુંઢ માર મારી અપહરણ કરીને હાલતા થયા હતા, આ વેળાએ ફરીયાદીના માતા વચ્ચે પડતા તેને રાહુલના મામાએ હાથમાં ધોકા વડે માર માર્યો હતો અને બીજા બધાઓ મુંઢ માર મારવા લાગતા ફરીયાદી, તેના પિતા અને ભાઇ વચ્ચે પડતા બધાએ ધોકા, કોષ, પટ્ટા અને ઢીકાપાટુથી આડેધડ માર મારી ફોરવ્હીલમાં પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે ગેરકાયદે મંડળી રચી અને ગેરકાયદે ગૃહમાં પ્રવેશીને ફરીયાદીની પત્નીનું અપહરણ કરી નાશી છુટયા હતા.
આ અંગે હાજા આલા આંબલીયા, રાહુલ હાજા આંબલીયા તથા રાહુલના મામા અને ચારથી પાંચ અજાણ્યા શખ્સોની વિરુઘ્ધ આઇપીસી કલમ 365, 427, 452, 323, 504, 506(2), 34, 143, 147, 148, જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ પંચ-બીના ઇન્ચાર્જ પીએસઆઇ એ.કે. પટેલ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech