નાગા ચૈતન્યએ આખરે શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરી લીધી છે. તેમની સગાઈની તસવીરો નાગાર્જુને શેર કરી છે. નાગાર્જુને બંનેને તેમની સગાઈ માટે અભિનંદન આપ્યા છે અને શોભિતાનું પરિવારમાં સ્વાગત પણ કર્યું છે. તસવીરોમાં જોઈ શકાય છે કે નાગા ચૈતન્યએ સફેદ રંગનો કુર્તા પાયજામા પહેર્યો છે અને શોભિતાએ પીચ રંગની સાડી પહેરી છે. શોભિતાના હાથમાં હીરાની વીંટી પણ જોવા મળે છે.
ફોટા શેર કરતા નાગાર્જુને લખ્યું, 'અમને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારા પુત્ર નાગા ચૈતન્યની સગાઈ શોભિતા ધૂલીપાલા સાથે થઈ ગઈ છે. સગાઈ આજે સવારે 9.42 કલાકે થઈ હતી. અમે અમારા પરિવારમાં શોભિતાનું સ્વાગત કરીએ છીએ. આ પ્રેમી યુગલને અભિનંદન. બંનેને જીવનભર સુખ અને પ્રેમ મળે. ભગવાનના આશીર્વાદ હંમેશા તેમના પર રહે.
આ પહેલા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નાગાચૈતન્યના બીજા લગ્નના સમાચાર આવ્યા હતા. જો કે, તે સમયે અભિનેતાના સ્ત્રોતે આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. નાગા અને શોભિતા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ સમાચાર પર ક્યારેય પ્રતિક્રિયા આપી ન હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech