NEET UG પરીક્ષાની પુનઃપરીક્ષા 23મી જૂને લેવામાં આવી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેઓ NTAની સત્તાવાર વેબસાઇટ પર પરિણામ ચકાસી શકે છે. 1563 ઉમેદવારો માટે ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી 813 વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપી હતી. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ તેમના અરજી નંબર અને જન્મ તારીખની વિગતોનો અપલોડ કરીને NEET UG 2024 પરીક્ષા પોર્ટલ exams.nta.ac.in/NEET પર લૉગ ઇન કરીને તેમનું પરિણામ ચકાસી શકે છે.તેમના સુધારેલા સ્કોરકાર્ડ અપલોડ કરવામાં આવ્યા છે. આ વેબસાઇટ પરથી માર્કશીટ ડાઉનલોડ કરી શકો છો.
સ્કોરકાર્ડ નવા સ્કોર પર આધારિત હશે
NEET UG પુનઃપરીક્ષામાં ઉપસ્થિત થયેલા ઉમેદવારોના પરિણામો અને નવા ક્રમની યાદી નવા સ્કોરકાર્ડ સાથે વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી છે. આ પરીક્ષાના પરિણામોના આધારે સ્કોરકાર્ડ સુધી તેમના ક્રમમાં તફાવત જોવા મળ્યો છે. આ તપાસવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. NTAએ આ અંગે નોટિસ પણ જારી કરી છે.
નવી રેન્ક લિસ્ટ બહાર પડી
NTAએ નવું રેન્ક લિસ્ટ બહાર પાડયું છે અને નવા પરિણામોની સાથે તમામ ઉમેદવારોની રેન્કમાં તફાવત વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. હવે ઉમેદવારો નવી યાદી ચકાસી શકે છે. આ રેન્ક લિસ્ટમાં 23 જૂનના રોજ લેવાયેલી પરીક્ષાના પરિણામો અનુસાર સુધારો કરવામાં આવ્યો છે. હવે તમામ ઉમેદવારો તેમનું નવું રેન્ક લિસ્ટ તપાસી શકશે.
નોટિસમાં શું લખ્યું છે?
આ સંદર્ભે જારી કરાયેલી નોટિસમાં NTAએ સ્પષ્ટપણે કહ્યું છે કે તમામ ઉમેદવારોના સુધારેલા સ્કોરકાર્ડ NTA વેબસાઇટ exams.nta.ac.in/NEET પર પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમાં 1563 ઉમેદવારોના સ્કોરકાર્ડનો પણ સમાવેશ થાય છે. જેમને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા. તેમાંથી જે ઉમેદવારોએ પરીક્ષામાં પુન: હાજર રહેવાનું સ્વીકાર્યું હતું તેમના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે અને જેઓએ પુનઃપરીક્ષાનો વિકલ્પ પસંદ કર્યો નથી તેમના ગ્રેસ માર્કસને દૂર કરીને સ્કોરની ગણતરી કરવામાં આવી છે. તેના આધારે નવું સ્કોરકાર્ડ અને સુધારેલ રેન્ક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે.
ઉમેદવારો વેબસાઇટ પર લૉગ ઇન કરીને તેમનું સ્કોરકાર્ડ પ્રિન્ટ કરી શકે છે. આ ઉમેદવારોના પરિણામો પછી સ્કોરકાર્ડ ફરીથી બદલાઈ ગયું છે અને હવે તે વેબસાઇટ પર ચકાસી શકાય છે.
કાઉન્સેલિંગ ક્યારે થશે?
ઓલ ઈન્ડિયા ક્વોટા (AIQ) સીટો માટે NEET UG 2024 અંડરગ્રેજ્યુએટ મેડિકલ કાઉન્સેલિંગ (MCC) 6 જુલાઈથી શરૂ થવાની શક્યતા છે. કાઉન્સેલિંગ શેડ્યૂલ અને મહત્વપૂર્ણ વિગતો ટૂંક સમયમાં mcc.nic.in પર જાહેર કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMબગસરા પાસે હડાળા નજીક પીપળીયા ગામ પાસે અકસ્માત,પાંચની હાલત ગંભીર
November 17, 2024 01:59 PMરાજકોટ : પોરબંદર જતી બસમાં સુપેડી નજીક લાગી આગ, મુસાફરોનો આબાદ બચાવ
November 17, 2024 01:55 PMરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech