પોરબંદરની ડો.વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજની એન.સી.સી.ની ૪૬ વિદ્યાર્થીનીઓએ બી સર્ટીફીકેટની પરીક્ષા એ ગ્રેડ સાથે પાસ કરી છે.
ફોર ડી.જી. (ડાયરેક્ટર જનરલ) એન.સી.સી.દિલ્હી દ્વારા લેવાતી એન.સી.સી.ની સી અને બી સર્ટિફિકેટની પરીક્ષા ફોર ગુજરાત એન.સી.સી.યુનિટ પોરબંદર, સેવન ગુજરાત એન.સી.સી.યુનિટ વેરાવળના સ્થળ પર જામનગર ગૃપ હેડ ક્વાટર દ્વારા લેવામાં આવતી હોય છે.જેમાં આ વર્ષે પોરબંદર, વેરાવળ તથા દ્વારકા જિલ્લાની એન.સી.સી. ધરાવતી તમામ કોલેજોના એન.સી.સી. કેડેટ્સ પરીક્ષા આપતા હોય છે.જેમાં ડો.વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજની એન.સી.સી.ની ૪૬ કેડેટ્સ ‘બી’ સર્ટિફિકેટ માટેની પરીક્ષા આપેલ હતી.આ પરીક્ષા થીયરીમાં ડ્રિલના ૩૦ માર્ક્સ, વેપન ટ્રેનીંગના ૩૫ માર્ક, જનરલ સ્ટડીના ૨૦૦ માર્ક્સ, અને સ્પેશિયલ સબજેક્ટના ૧૧૦ માર્ક્સ એમ કુલ થીયરી પેપર ૩૭૫ ના તેમજ પ્રેકટિકલ પરિક્ષાના ૬૦ માર્ક્સની ડ્રિલ (પરેડ) ટેસ્ટ, વેપન (હથિયાર) પ્રેકટીકલ ૨૫ માર્ક્સ, સીમાફોર ૪૦ માર્કસ એમ કુલ ૧૨૫ માર્ક્સનું પ્રેકટીકલ લેવામાં આવે છે.એમ કુલ મળીને ૫૦૦ માર્ક્સની પરીક્ષા આપવાની હોય છે.તેમાં ડો.વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજની એન.સી.સી.ની ૪૬ કેડેટ્સ બી સર્ટિફિકેટ પરીક્ષામાં ‘એ’ ગ્રેડ સાથે ઉત્તમ પરીણામ મેળવ્યું છે.તે બદલ એન.સી.સી.ના એ.એન.ઓ. ઓફિસર શાંતિબેન ભુતિયા, તેમજ કોલેજના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા, એકેડમિક ટ્રસ્ટી ડો. હિનાબેન ઓડેદરા, શિક્ષણવિદ તથા બી.એડ. કોલેજના ડાયરેક્ટર ડો.ઇશ્વરભાઇ ભરડા તથા પ્રિન્સીપાલ ડો.કેતનભાઈ શાહ અને તમામ કોલેજ સ્ટાફમિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા નજીક હાઈવેની કામગીરી અર્થે આવતીકાલે છ કલાકનો વીજકાપ
April 21, 2025 11:02 AMશ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક એજ્યુકેશન સેમિનાર
April 21, 2025 11:00 AMસિંહોની વસ્તી ગણતરી ૧૦થી ૧૩ મે દરમિયાન હાથ ધરાશે
April 21, 2025 10:55 AMટ્રમ્પની યમન યુદ્ધ યોજના લીક ! સંરક્ષણ મંત્રીએ પત્ની અને ભાઈના ગ્રુપમાં મોકલી
April 21, 2025 10:53 AMજી.જી. હોસ્પીટલમાં 500 બેડની સુવિધા વધશેઃ આરોગ્યમંત્રી
April 21, 2025 10:52 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech