મંગળ પર જીવન અસ્તિત્વમાં હતું અને તેના પુરાવા શોધવામાં વૈજ્ઞાનિકોને સફળતાં મળી છે. મંગળ પર નાસાના રોવર પર્સિવરેન્સે ગ્રહ પર અગાઉ જીવનના પુરાવા શોધી કાઢ્યા,માત્ર એક મહિના પહેલા જ વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે આ ગ્રહ કદાચ એટલો ઠંડો છે કે જીવન શક્ય ન બને. પરંતુ હવે તેઓ કહે છે કે તેમને લાલ ગ્રહ પર અગાઉ જીવન હોવાના સંભવિત પુરાવા મળ્યા છે..નાસાના રોવરે મંગળ પર એક રસપ્રદ ખડક શોધી કાઢ્યો છે. આ ખડકમાં એવા ગુણધર્મો છે જે જીવનના સંભવિત સૂચકની વ્યાખ્યાને બંધબેસે છે. એજન્સીએ એક્સ પર ફોટો પોસ્ટ કર્યો છે.આ તીર આકારનો ખડક આશરે 1 મીટર 60 સેમીનો છે અને તેને ગ્રાન્ડ કેન્યોન ધોધના નામ પરથી ’ચેયાવા ધોધ’ નામ આપવામાં આવ્યું છે. નાસાના રોવર દ્વારા મળેલા ખડકમાં રાસાયણિક લાક્ષણિકતાઓનું અનોખું સંયોજન છે જે અબજો વર્ષો પહેલા જીવંત સજીવો દ્વારા છોડવામાં આવેલા ખડકો સાથે સુસંગત છે. નાસાના માર્સ રોવર, પર્સિવરેન્સે આ ખડકની શોધ કરી છે. તેણે તેને વધુ પૃથ્થકરણ માટે એકત્રિત કરેલા 21 અન્ય ખડકોમાં સામેલ કર્યું છે.ત્યાંથી એક મુખ્ય નમૂનો લીધો, જે જેઝેરો ક્રેટરમાં પાણીના પ્રવાહથી રચાયેલી પ્રાચીન નદીની ખીણની ઉત્તરી ધાર પર હતો.અબજો વર્ષો પહેલા જેઝેરો ક્રેટરમાં મંગળની નદીની ખીણમાં ખરેખર શું બન્યું હતું?તેને સંપૂર્ણ રીતે સમજવા માટે, વૈજ્ઞાનિકોએ ચેયાવા ધોધના નમૂનાઓને પૃથ્વી પર પાછા લાવવા પડશે અને લેબમાં તેનું વિશ્લેષણ કરવું પડશે.થોડા સમય પહેલા ક્યુરિયોસિટી માર્સ રોવરની હિલચાલને કારણે એક ખડક તૂટી પડતાં નાસાના વૈજ્ઞાનિકો ચોંકી ગયા હતા. તેમાં એવું કંઈક હતું કે જે લાલ ગ્રહ પર પહેલાં ક્યારેય જોવા મળ્યું ન હતું.જેથી સંશોધકોએ તેમનું કેમ આગળ ધપાવ્યું હતું અને આ ચોકાવનારું સત્ય સામે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech