'દિલ કે અરમા આંસુઓ મેં બહ ગયે...' ભારત સામે હાર્યા બાદ શોએબ મલિકે પાકિસ્તાન ટીમની આ રીતે ઉડાવી મજાક, જુઓ વીડિયો

  • February 24, 2025 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાન પર 6 વિકેટે વિજય મેળવ્યો. આખી મેચ દરમિયાન ક્યારેય એવું લાગતું નહોતું કે પાકિસ્તાન આ મેચ જીતી શકશે. 241 રનમાં ઓલઆઉટ થયા બાદ પાકિસ્તાનની બોલિંગ પણ કંઈ ખાસ કરી શકી નહીં. વિરાટ કોહલીએ પોતાની 82મી આંતરરાષ્ટ્રીય અને 51મી વનડે સદી ફટકારી. પાકિસ્તાન ટીમની હાર પર, ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડી શોએબ મલિકે ગીત ગાઈને ટીમની મજાક ઉડાવી, જ્યારે તેની સાથે બેઠેલી મહિલા પ્રેઝન્ટરે કહ્યું કે હવે તે આદત બની ગઈ છે.


પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શોએબ અખ્તરે ટીવી સ્ટુડિયોનો એક વીડિયો શેર કર્યો છે. તેમાં શોએબ મલિક બેઠો છે. જ્યારે અખ્તરે મલિકને પાકિસ્તાનની હાર વિશે પૂછ્યું ત્યારે શોએબ મલિકે ગીત ગાઈને તેની ટીમની મજાક ઉડાવવાનું શરૂ કર્યું. તેમણે બોલિવૂડ ગીત 'દિલ કે અરમા આંસુઓ મેં બહ ગયે' ગાવાનું શરૂ કર્યું.


અબ તો આદત સી હૈ મુઝકો, મહિલા પ્રેઝન્ટરે પણ મજાક ઉડાવી


ત્યારબાદ શોએબ અખ્તરે તે જ સ્ટુડિયોમાં બેઠેલી મહિલા પ્રેઝેન્ટેટર ઝૈનબ અબ્બાસને પૂછ્યું તો તેણે પણ ગાવાનું શરૂ કર્યું. તેણે ગાયું, અબ તો આદત સી હૈ મુઝકો, એસે જીને મેં..




ભારત પર પાકિસ્તાનની જીત બાદ, પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને કહ્યું કે તેઓએ ટોસ જીત્યો હતો પરંતુ તેનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. તેમણે સ્વીકાર્યું કે ટીમ ઈન્ડિયાએ શાનદાર બોલિંગ કરી અને બેટ્સમેન વિરાટ કોહલી અને શુભમન ગિલે તેમની પાસેથી મેચ છીનવી લીધી.


ટીમ ઈન્ડિયા 6 વિકેટથી જીતી ગઈ


ટોસ જીત્યા બાદ પાકિસ્તાને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. સઈદ શકીલ (62) અને મોહમ્મદ રિઝવાન (46) એ પાકિસ્તાનને (241) સુધી પહોંચાડવામાં મદદ કરી. ભારતે 242 રનનો લક્ષ્યાંક 45 બોલ બાકી રહેતા પ્રાપ્ત કરી લીધો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો આ બીજો વિજય છે, જ્યારે પાકિસ્તાન તેની બંને મેચ હાર્યા બાદ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવાની કગાર પર છે. વિરાટ કોહલીએ શાનદાર સદીની ઇનિંગ રમી, તેણે છેલ્લા બોલ પર વિજયી ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application