શહેરના રેલનગર વિસ્તારમાં બોક્સ ક્રિકેટના કમિશન બાબતે થયેલા ઝઘડામાં મોરબી રોડ પર રહેતા યુવાન પર તલવાર વડે હુમલો કરી તથા કાર હેઠળ કચડી નાખવાનો પ્રયાસ કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે.
ખૂની હુમલાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મોરબી રોડ પર નવા માર્કેટિંગ યાર્ડ સામે ગેલકૃપા પાર્ક 2 માં રહેતા હાર્દિક રાજેશભાઈ કુવાડીયા (ઉ.વ 25) નામના યુવાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાગર મહિપતભાઈ ડાંગર, ખોડા લાભભાઈ ડાંગર (રહે બંને. ગાંધીગ્રામ, લાખના બંગલા પાસે) અને સતિષ ઉર્ફે હરીયો બેગડો રાઠોડ (રહે. જામનગર રોડ, રાજકોટ) ના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રેલનગર પાસે મૈસુરભગત ચોકમાં અરવિંદ ડાંગરની જગ્યા પર માધવ હોટલના નામે ચા- પાનનો ધંધો કરે છે. હોટલની બાજુમાં આવેલી અરવિંદભાઈની જગ્યા પર સવા વર્ષ પહેલાં તેણે બોક્સ ક્રિકેટ શરૂ કર્યું હતું. જે 10 મહિના ચલાવી સાગર ડાંગરને પાંચેક માસ પહેલા રૂપિયા 12.21 લાખમાં ચલાવવા આપી દીધું હતું તે વખતે બોક્સ ક્રિકેટમાં તેના ગ્રાહકો આવે ત્યારે તેને કમિશન પેટે રૂપિયા ૧૦૦ આપવાનું નક્કી થયું હતું.
દરમિયાન ગઈકાલ રાત્રિના ત્રણેક વાગ્યા આસપાસ યુવાન હોટલેથી ઘરે જતો હતો ત્યારે સાગરે કમિશન બાબતે વાત કરવી છે તેમ કહી તેની જ હોટલે બોલાવ્યો હતો. તે હોટલની બાજુમાં ગયો ત્યારે સાગર અને તેના કાકાનો પુત્ર ખોડા લાલાભાઇ ડાંગર અહીં હાજર હતા અને બોક્સ ક્રિકેટના કમિશન બાબતે બોલાચાલી થઈ હતી. તે વખતે તેનો મોટો ભાઈ રાહુલ તેને સમજાવીને હોટલે લઈ ગયો હતો. અડધો કલાક બાદ તે હોટલ બહાર મિત્રો સાહિલ અને ભૂરા સાથે ઉભો હતો ત્યારે સફેદ કલરની કારમાં ખોડો અને સતીષ સ્વરૂપે હરિયો આવ્યો હતો બંનેના હાથમાં તલવાર હતી બંને યુવાન પાસે આવી ગાળાગાળી કરી તને બોક્સ ક્રિકેટનું કમિશન આપવાનું થતું નથી તારાથી થાય તે કરી લેજે તેમ કહી તલવારના ઘા ઝીંકી દીધા હતા. બંને મિત્રો અને તેનો મોટો ભાઈ છોડાવવા વચ્ચે પડ્યા હતા તે વખતે સતીશ દોડીને પોતાની કાર તરફ ગયો હતો અને કાર ચલાવી યુવાન જ્યાં ઉભો હતો ત્યાં તેની ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવાન દૂર ખસી ગયો હતો.
આ પછી અહીં લોકો એકત્ર થતાં આરોપીઓ કારમાં નાસી ગયા હતા. બાદમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. બનાવ અંગે વધુ તપાસ પીઆઈ એસ.આર.મેઘાણી ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech