રાજકોટ મહાપાલિકા દ્રારા શહેરમાં છેલ્લા છ મહિનામાં મિઆવાકી ફોરેસ્ટ સહિત વિવિધ સ્થળોએ કુલ છ લાખ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જાહેર કરાયું છે સાથે જ આવતીકાલે તા.૧૭ સપ્ટેમ્બરના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસથી એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ ઝુંબેશનો પ્રારભં કરી કુલ ૩,૪૭,૯૦૦ વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. સ્માર્ટ સિટી એરિયા ખાતેથી આ ઝુંબેશનો ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા દ્રારા શુભારભં કરાવાશે. આ તકે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વૃક્ષારોપણ ઝુંબેશમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ અને શહેરીજનોને જોડાવા આહવાન કરાયું છે.રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, બાગ બગીચા અને ઝુ સમિતિના ચેરમેન સોનલબેન સેલારાએ જણાવ્યું હતું કે, ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા તા.પાંચમી જુન ૨૦૨૪ના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે બુધ્ધ જયંતિ પાર્ક, નવી દિલ્હી ખાતે પ્રતિકપે પીપળાના વૃક્ષનું વાવેતર કરી એક પેડ માં કે નામ અભિયાનની શઆત કરાવવામાં આવી હતી. ભારત સરકાર દ્રાર અભિયાન અંતર્ગત એક દિવસ ખાસ ઝુંબેશ સ્વપે મહતમ વૃક્ષારોપણ કરવા જણાવવામાં આવેલ છે. એક પેડ માં કે નામ અભિયાન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા મહતમ સ્થળે ખાસ ઝુંબેશ સ્વપે ઘનિ વૃક્ષારોપણ કરવાનું આયોજન છે. આવતીકાલે તા.૧૭ને મંગળવારના રોજ સવારે ૯ કલાકે સ્કાય ઇન્ફિનિટી પ્રોજેકટ સાઈટની બાજુના ગાર્ડન હેતુના પ્લોટ, સ્માર્ટ સીટી વિસ્તાર, અટલ સરોવરની બાજુમાં, રૈયા, રાજકોટ વિધાનસભા–૭૦ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના હસ્તે શુભારભં કરવામાં આવશે.એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો મુખ્ય કાર્યક્રમ સ્માર્ટ સીટી વિસ્તાર ખાતે કરવામાં આવશે જેનો શુભારભં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને મેયર સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. આ સાથે વોર્ડ વાઇઝ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વોર્ડના કોર્પેારેટરો, સંગઠનના હોદ્દેદારો, વોર્ડ એન્જીનીયરો, વોર્ડ ઓફિસરો, ગાર્ડન સુપરવાઈઝરના માર્ગદર્શન હેઠળ ગાર્ડન શાખાના કર્મચારીઓ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ–કર્મચારીઓ દ્રારા શુભારભં કરવામાં આવશે ત્યારબાદ ગાર્ડન શાખા દ્રારા ઘનિ વૃક્ષારોપણ કરવામાં આવશે.
સ્માર્ટ સીટી વિસ્તારમાં ધનિ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મહાનુભાવો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઇ પાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે, બાગ બગીચા અને ઝુ સમિતિના ચેરમેન સોનલબેન સેલારા અને રાજકોટ મહાનગરપાલિકાના કોર્પેારેટરો વગેરે ઉપસ્થિત રહેશે
એક પેડ મા કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણના સ્થળ
૧. ૨ ટી.પી. સ્કીમ નં.૯(રાજકોટ), એફ.પી.નં.–૬, ભાવના સોસાયટી, કોમન પ્લોટ પાછળ, મોચીનગર સોસાયટી, શીતલ પાર્ક મેઈન રોડ, જામનગર રોડ
૨. ૩ ટી.પી. સ્કીમ નં.૨૩(રાજકોટ), એફ.પી.નં.૧૦, ખુદીરામ બોઝ ટાઉનશીપ પાછળ, પાણીના ટાંકા પાસે, સાધુવાસવાણી કુંજ રોડ, રેલનગર મેઈન રોડ
૩. ૪ ટી.પી. સ્કીમ નં.૧૩(રાજકોટ), એફ.પી.નં.૨, માં લોરમિલ પાસે, નાથદ્રારા પાર્ક પાછળ, કુવાડવા–મોરબી ૮૦ ફુટ રોડ પાસે,
૪. ૯ ટી.પી. સ્કીમ નં.૯(મુંજકા), એફ.પી.નં.૨૯–, ડેકોરા સ્કાયહિલ પાછળ, કાલાવડ રોડ, અવધ ઢારીયો, મુંજકા
૫. ૧૧ ટી.પી. સ્કીમ નં.૨૮(મવડી), એફ.પી.નં.૪૬, જેટકો ચોકડીથી આગળ, કણકોટ રોડ, પાણીના ટાંકા પાછળ, ૬૦ ફટ રોડ, મવડી
૬. ૧૨ ટી.પી. સ્કીમ નં.૧૫(વાવડી), એફ.પી.નં.૫૨, તપન હાઈટસ ગાર્ડન, સત્યમ હિલ્સ પાછળ, ૮૦ ફટ રોડ, વાવડી
૭. ૧૮ ટી.પી. સ્કીમ નં.૧૩(કોઠારીયા), એફ.પી.નં.૧૨૪, જીત ઇન્ડસ્ટ્રીઝ પાછળ, રિદ્ધી સિદ્ધી નેશનલ હાઈવે પાસે, સ્વાતિ પાર્ક મેઈન રોડ, કોઠારીયા
૮. ૧૮ કોઠારીયા નવો ૧૫ એમ.એલ.ડી. એસ.ટી.પી., નેશનલ હાઈવે પાસે, એનિમલ હોસ્ટેલની બાજુમાં, કોઠારીયા
૯. ૧૮ તિપતિ પમ્પીંગ સ્ટેશન, કોઠારીયા રોડ, કોઠારીયા
૧૦. ૧૨ રાધેશ્યામ સાર્વજનિક ગૌશાળા પાસે, વાવડી પમ્પીંગ સ્ટેશન, ઢોલરા કાંગશ્યાળી રોડ, વાવડી
૧૧. ૧ રૈયા ૫૧ એમ.એલ.ડી. એસ.ટી.પી., સ્માર્ટ સીટી વિસ્તાર જીજાબાઇ ટાઉનશીપ પાસે, રૈયા
૧૨. ૧૦ ટી.પી. સ્કીમ નં.૧૬(રૈયા), એફ.પી.નં.૨૫ નીલ સિટી, નિસર્ગ બંગલો, એ.જી. સ્ટાફ કવાર્ટર્સ વાળો રોડ, યુનિ. પાસે, રૈયા
૧૩. ૯ સ્માર્ટ સિટી વિસ્તાર
૧૪. – નાકરાવાડી ડમ્પિંગ સાઈટ, નાકરાવાડી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech