રાજકોટ શહેરમાં આજથી આગામી તા.૧૬ માર્ચ સુધી હીટ વેવ મતલબ કે અતિશય ગરમી પડનાર હોય નાગરિકોને સાવચેત રહેવા માટે મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ચીફ હેલ્થ ઓફિસરએ જણાવ્યું છે કે અતિશય ગરમી- હીટવેવના આ સમયગાળામા (૧) હાઇડ્રેટેડ રહો, જ્યારે પણ શક્ય હોય ત્યારે પુરતું પાણી પીઓ.(૨) મુસાફરી કરતી વખતે પીવાનું પાણી સાથે રાખો. (૩)ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરો અને લીંબુ પાણી, છાસ, લસ્સી જેવા ઘરે બનાવેલા પીણાઓનું સેવન કરો (૪) બપોરે બહાર હોય ત્યારે વધુ મહેનતવાળી પ્રવૃત્તિઓ ટાળો (૫) ખુલ્લા પગે બહાર ન જાવ (૬) દિવસના સૌથી ગરમ સમય દરમ્યાન રસોઈ કરવાનું ટાળો. તેમજ રસોઈ વિસ્તારમાં હવાની પુરતી અવરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખો (૭) આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફટ ડ્રિંકસ અથવા વધુ પ્રમાણમાં ખાંડવાળા પીણાં ટાળો જે શરીરને વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા પેટમાં દુઃખાવો થઈ શકે છે. (૮) વધુ પ્રોટીનવાળો ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ. (૯) પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને એકલા રાખશો નહીં. વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે.
અતિશય ગરમીના લીધે લુ લાગવાના લક્ષણો
-ખુબ પરસેવો થવો
-અશક્તિ લાગવી
-સ્નાયુઓમાં દુઃખાવો.
-માથાનો દુઃખાવો થવો
-ચક્કર આવવા
-ચામડી લાલ, સુકી અને ગરમ થવી
-ઉબકા અને ઉલ્ટી થવી
જો ઉપરોક્ત લક્ષણો દેખાય તો તરત જ નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ખાતે જઈ તબીબી સલાહ લેવી. ઈમરજન્સીમાં ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપર્ક કરવો.
હવામાન વિભાગની છ દિવસ હિટવેવની આગાહી
દિવસ-૧
૧૧-૩-૨૦૨૫ના ૮-૩૦ કલાક થી ૧૨-૩-૨૦૨૫ના ૮-૩૦ કલાક સુધી શુષ્ક હવામાનની સંભાવના છે.
દિવસ-૨
૧૨-૩-૨૦૨૫ના ૮-૩૦ કલાક થી ૧૩-૩-૨૦૨૫ના ૮-૩૦ કલાક સુધી શુષ્ક હવામાનની સંભાવના છે.
દિવસ-૩
૧૩-૩-૨૦૨૫ના ૮-૩૦ કલાક થી ૧૪-૩-૨૦૨૫ના ૮-૩૦ કલાક સુધી શુષ્ક હવામાનની સંભાવના છે.
દિવસ-૪
૧૪-૩-૨૦૨૫ના ૮-૩૦ કલાક થી ૧૫-૩-૨૦૨૫ના ૮-૩૦ કલાક સુધી શુષ્ક હવામાનની સંભાવના છે.
દિવસ-૫
તા.૧૫-૩-૨૦૨૫ના ૮-૩૦ કલાક થી ૧૬-૩-૨૦૨૫ના ૮-૩૦ કલાક સુધી શુષ્ક હવામાનની સંભાવના છે.
દિવસ-૬
તા.૧૬-૩-૨૦૨૫ના ૮-૩૦ કલાક થી ૧૭-૩-૨૦૨૫ના ૮-૩૦ કલાક સુધી શુષ્ક હવામાનની સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech