જામનગર મહાનગરપાલિકા સફાઈ કર્મચારી કો. ઓપ. કે & કન્ઝ. સો. લી. ની ૪૪ - મી વાર્ષિક સાધારણ સભા તારીખ - ૧૬/૦૬/૨૦૨૪ ને રવિવાર ના રોજ જામનગર રાજપુત સેવા સમાજ, ક્રિકેટ બંગલા સામે, જામનગર ખાતે યોજાઈ ગયેલ.મંડળીના પ્રમુખ વિજયભાઈ પી. બાબરિયા ના અધ્યક્ષ સ્થાને વાર્ષિક સાધારણ સભા મળેલ. સભાની શરૂઆત માં હિંદુ સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે કરવામાં આવેલ.
ત્યારબાદ થોડા દિવસો અગાઉ રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના માં અવશાન પામેલ તેમજ વર્ષ દરમ્યાન મંડળીના અવશાન પામનાર સભાસદઓ માટે બે મિનીટ નું મોન પાળી શ્રધાંજલિ અર્પણ કરેલ.ત્યારબાદ મંડળીના હિસાબનીશ ભદ્રેશભાઈ વોરા એ વર્ષ ૨૦૨૩/૨૦૨૪ ની વાર્ષિક સા. સભાની કાર્યવાહી હાથ ધરેલ અને એજન્ડા મુજબ ઠરાવો નું વાંચન કરી સભા સમક્ષ રજુ કરેલ. જેને સર્વાનુંમતે મંજુર કરેલ.
આ સભા ના અધ્યક્ષએ મંડળીની પ્રગતિ વિષે માહિતી રજુ કરેલ. ખુબજ ટુકા ગાળામાં રૂ. ૫ લાખ જેવું ધિરાણ મંડળીના દરેક સભ્યોને સહેલાઈ થી મળી રહે તેવા અમારા પ્રયત્નો હશે. મંડળીએ ૨૦૨૩/૨૦૨૪ ના વર્ષ માં રૂ. ૪૬ લાખ નો ચોખ્ખો નફો કરેલ જે ગત વર્ષ કરતા રૂ. ૧૧ લાખ વધારે રહેલ છે. જે મંડળીના વહીવટ ની પારદર્શકતા બતાવે છે. થાપણદારો માં સતત વધારો થઈ રહ્યો છે. મંડળીની પ્રગતિ ને ધ્યાને લઈ સભાના અધ્યક્ષએ વર્ષ - ૨૦૨૩/૨૦૨૪ નું ડીવીડન્ડ ૧૫% જાહેર કરેલ છે.વર્ષ દરમ્યાન મંડળીના અવશાન પામનાર સભાસદ ના વારસદાર ને રૂ. ૫૦,૦૦૦ ઘરે જઈ તેમની ઉત્તરક્રિયામાં આર્થિક મદદરૂપ બનવા મંડળી સતત પ્રયત્નશીલ રહે છે.
આ સભામાં બહોળી સંખ્યામાં સભાસદ ભાઈઓ તથા બહેનો હજાર રહ્યા હતા.૪૪મી વાર્ષિક સાધારણ સભાનું સંચાલન હરીશભાઈ મકવાણા તથા મંડળીના હિસાબનીશ ભદ્રેશભાઈ વોરાએ સભાની વ્યવસ્થા મંડળીના દર્શનભાઈ સિસોદિયાએ સાંભળેલ હતી.તેવું જામ્યુંકો સફાઈ કર્મચારી સોસાયટીના પ્રમુખ વિજયભાઈ પી.બાબરીયાની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech