રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્રારા તાજેતરમાં ઓલ બ્રાન્ચ રીવ્યુ મીટીંગ યોજાઇ હતી અને સંબંધિત શાખાઓના તમામ અધિકારીઓ અને એવો હત્પકમ કરવામાં આવ્યો હતો કે વિકાસ કામોના ટેન્ડર ઝડપથી પ્રસિદ્ધ કરવામાં આવે તે માટે કાર્યવાહી શરૂ કરો. ટેન્ડરના તબક્કે પહોંચી ગયું હોય તેવું કોઈ કામ પેન્ડિંગ રહેવું ન જોઈએ અને જે કામોમાં ટેન્ડર ફાઇનલ થઇ ગયા હોય તેના ખાતમુહર્તની તૈયારી શરૂ કરો.
મ્યુનિસિપલ કમિશનરએ શાખાધિકારીઓ અને ઇજનેરોને એવી પણ સૂચના આપી હતી કે જે કામોના ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ હોય તેની તાત્કાલિક દરખાસ્ત તૈયાર કરવામાં આવે, જેથી આગામી દિવસોમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં તે કામોનો સમાવેશ થઈ શકે. આ ઉપરાંત જે ગામોના ટેન્ડર ફાઈનલ થઈ ગયા છે તેમાં ખાતમુહર્ત માટેની તૈયારી કરવા એજન્સીને સુચના આપવામાં આવે.
મહત્વપૂર્ણ છે કે છેલ્લા ત્રણ–ચાર દિવસથી કમિશનર બ્રાન્ચમાં સતત સ્ટાફ મીટીંગનો ધમધમાટ ચાલી રહ્યો છે, હાલમાં વિકાસકામોના જે પ્રોજેકટ કાર્યરત છે અને પૂર્ણ થયા નથી તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને કયાં સુધીમાં આ પ્રોજેકટ પૂર્ણ થશે તેનો જવાબ રજૂ કરવા એજન્સીઓને પણ તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત જે પ્રોજેકટ પૂર્ણતાના આર્ય પહોંચ્યા છે અને એકાદ સપ્તાહ માં જ લોકાર્પણ થઈ શકે તેમ હોય તેની પણ અલગથી યાદી તૈયાર કરવા સુચના અપાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી જાહેર થનાર હોય ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલી બને તે પહેલા શકય તેટલા નવા કામો મંજૂર કરવા અને મંજૂર થયેલા કામોનું ખાતમુહર્ત કરવા તેમજ પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ કરવા તત્રં દ્રારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech