નયારા એનેર્જી દ્વારા ભારતના યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ તરફનું એક પગલું
કૌશલ્યની અભિવૃદ્ધિ અને સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવા તેમજ પોતાની પ્રમુખ સીએસઆર પહેલ પ્રોજેક્ટ એક્સેલના ભાગરૂપે નયારા એનર્જી ખંભાળિયા તાલુકામાં નવા મલ્ટિ સ્કિલ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરે છે. આ તાલીમ કેન્દ્રનો હેતુ ખંભાળિયાના શહેરી અને ગ્રામીણ યુવાનોની સાથે કંચનપુર, હર્ષદપુર, શક્તિનગર, હરીપર દાંતા વગેરે જેવા આજુબાજુના ગામડાંઓની કૌશલ્યની જરૂરિયાતો પૂરી કરવાનો છે અને તેમાં મહિલા સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
તેના પ્રારંભિક તબક્કામાં મલ્ટિ સ્કિલ ટ્રેનિંગ સેન્ટર ત્રણ પાયાના અભ્યાસક્રમો: કોમ્પ્યુટર કોન્સેપ્ટ્સ (સી.સી.સી.), ટેલી એન્ડ એકાઉન્ટિંગ અને બ્યુટી એન્ડ વેલનેસ, શરૂ કરશે જેનો હેતુ વિદ્યાર્થીઓને વ્યવહારમાં ઉપયોગી નિવડે એવા કૌશલ્યોથી સજ્જ કરવાનો છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરસ્પર વાતચીત અને વ્યવહારના કૌશલ્યો (ઇન્ટરપર્સનલ સ્કિલ્સ) વિકસાવવામાં અને પોતાનામાં આત્મવિશ્વાસ મેળવવામાં મદદ કરવા માટે જીવનમાં ઉપયોગી કૌશલ્યો, વ્યક્તિત્વ વિકાસ અને સામાન્ય અંગ્રેજીની તાલીમ પણ મળશે. આ કેન્દ્ર વિદ્યાર્થીઓને તેમના વ્યાવસાયિક વાતાવરણમાં અસરકારક સંચાર માટે આવશ્યક ભાષા કૌશલ્ય પણ પ્રદાન કરશે.
કેન્દ્રનું ઉદ્ઘાટન દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યા અને નયારા એનર્જીની વાડીનાર રિફાઇનરીના વડા અમર કુમારે કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ વિદ્યાર્થીઓને કૌશલ્યની વર્તમાન આવશ્યકતાઓ પર મૂલ્યવાન સમજણ આપી હતી અને તેમની રોજગારી અને કારકિર્દીની સંભાવનાઓને સુધારવા માટે આ તકોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
ઉદ્ઘાટન સમયે નયારા એનર્જીના રિફાઇનરીના વડા અમર કુમારે કહ્યું: "આ પહેલનો ઉદ્દેશ્ય નજીકના વિસ્તારોમાં વિવિધ સામાજિક ઉત્થાન કાર્યક્રમોનો અમલ કરીને સામાજિક જવાબદારી પ્રત્યે નયારા એનર્જીની પ્રતિબદ્ધતા દર્શાવવાનો છે. શિક્ષણ, આરોગ્ય અને કૃષિમાં પહેલ ઉપરાંત કંપની આસપાસના વિસ્તારોના યુવાનોના કૌશલ્ય વિકાસ સક્રિય કામ કરી રહી છે. નયારા એનર્જી આસપાસના લોકોના જીવન ધોરણને સુધારવા માટે સતત કામ કરી રહી છે."
પ્રોજેક્ટ એક્સેલ કૌશલ્ય વિકાસ, મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન, સામાજિક કલ્યાણ યોજનાઓની પહોંચ વધારવી અને ખેડૂતોને બહેતર બજારો સુધી પહોંચવામાં સહાય સહિત વિવિધ પહેલોનો સમાવેશ કરે છે. મલ્ટી સ્કિલ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના લોકોને સશક્ત બનાવવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે નયારા એનર્જીના સમર્પણને પ્રકાશિત કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech