ભાવનગર મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા વાહક જન્ય રોગ નિયંત્રણ હેતુ મિશન મોડમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવતા ૧૭૦૦ ઘરોમા મચ્છરોના પોરા મળી આવતા નાશ કરવામાં આવ્યો હતો.
ભાવનગર શહેરના તમામ વિસ્તારમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરી ગત અઠવાડિયામાં કુલ ૨૨૯ ટીમ અને ૫૭ સુપરવાઈઝર દ્વારા ૯૩૮૧૫ ઘરોની મુલાકાત લીધી હતી, અંદાજિત ૩૬૬૬૬૮ વસ્તી કવર કરી હતી, જેમાં કુલ ૧૭૦૦ ઘરોમા મચ્છરોના પોરા મળી આવ્યા હતા. આ સર્વે દરમિયાન કુલ ૨૮૪૩૯૧ પાત્રો ચકાસવામાં આવ્યા હતા. જે પૈકી ૨૧૧૯ પાત્રોમા પોરા મળી આવ્યા હતા. આ તમામ પાત્રોનો નાશ કરવામા આવ્યો હતો તથા ઘરોની બહાર કુલ ૫૮૦ સ્થળોને ઓઈલ દ્રારા ટ્રીટ કરવામાં આવ્યુ હતુ. ઘરોની બહાર કુલ ૧૯૬૬ મચ્છર ઉત્પત્તીના સ્થાનોનો નાશ કરવામાં આવ્યો હતો.
આ સર્વે દરમિયાન કુલ ૧૩૮૭ લોહીના નમુના લેવામાં આવ્યા હતા. જે તમામનું મેલેરિયા માટે પરિક્ષણ કરવામા આવ્યુ હતુ જોકે, કોઈ પોઝીટીવ રિપોર્ટ આવ્યો ન હતો, જેથી તંત્રએ રાહતનો દમ લીધો હતો. આ અઠવાડીયા દરમિયાન
ક્ધસ્ટ્રક્શન સાઈટ, શાળા, આંગણવાડી વગેરે મળી કુલ ૧૩૯ સ્થળોની મુલાકાત લેવામા આવી હતી, જે પૈકી વિવિધ૧ ૧૬ સ્થળોએ પોરા મળી આવ્યા હતા, આ પોરા ઉત્પત્તિ સ્થળોનો નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આ સર્વે કામગીરી દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા લોકોએ શું ધ્યાન રાખવુંવાહક જન્ય રોગો કઈ રીતે ફેલાય છે, તેમાં કેવા લક્ષણો જોવા મળે તે બાબતે તેમજ જરૂર જણાયે પોતાની નજીકના શહેરી પ્રાથમિક, સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જરૂરી માહિતીઓ પણ પૂરી પાડવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: આખરે ભૂલ દેખાઈ અને દંડ કર્યો માફ...જાણો શું ઘટના હતી
April 11, 2025 12:22 PMસાઈ અભ્યંકરના સુર અને સંગીતમાં ગજબની તાકાત, રહેમાનને રિપ્લેસ કરી દીધા
April 11, 2025 12:14 PMરણવીર સિંહની 'ડોન 3' નું શુટિંગ ફરી અટકી પડતા અનેક અટકળો
April 11, 2025 12:13 PM૭૪ વર્ષના સુપરસ્ટાર શાહરુખ, સલમાન અને પ્રભાસ કરતા પણ વસુલે છે વધુ ફી
April 11, 2025 12:11 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech