ધારીના ગરમલી ચરખામાં ગામે રહેતી અને હાલ સુરત માવતર ધરાવતી ઝેલમબેન ભુપતભાઇ માંજરીયા (ઉ.વ.26)ની પરિણીતાએ રાજકોટના સર્યોદય, 150 ફૂટ રીગરોડ મધુવન સોસાયટીમાં રહેતા પતિ નીલરાજસિંહ શાંતુભાઇ ખાચર, સસરા શાંતુભાઇ ભાણાભાઈ ખાચર, અને સાસુ નંદકુંવરબેન સામે ચલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન વર્ષ 2021ના જ્ઞાતિના રીત રિવાજ મુજબ રાજકોટ સ્થિત નીલરાજસિંહ સાથે થયા છે. લગ્નના થોડા દિવસોમાં જ પતિ સહીત સાસરિયાઓએ દમન ગુજારવાનું શરૂ કરી દીધું હતું. મારી પાસે નોકરાણીની જેમ કામ કરાવવા લાગ્યા હતા અને મારા તમામ ઘરેણાં લઇ લીધા હતા, નાની નાની વાતમાં મારકૂટ કરી અમાનુષી વર્તન કરવા લાગ્યા હતા. સાસુ જેમ તેમ બોલતા અને કહેતા કે તારા પિતા અભણ છે, તારામાં કાંઈ લઇ લેવાનું નથી, તારામાં કાંઈ સેન્સ નથ અને મારકૂટ કરતા હતા. આ બાબતે મારા પરિવારને જાણ કરતા મને તેડી ગયા હતા. બાદમાં સગા સબધીઓએ સમજાવતા પતિ ફરી મને તેડી ગયા હતા. પરંતુ થોડા દિવસમાં જ ફરીથી ત્રાસ આપવાનું શરૂ કરતા રાજકોટમાં રહેતા મારા મોટા બાપુજી ઘરે સમજાવવા માટે અવાય હતા તેને પતિ સહિતનાએ કહ્યું હતું કે, અમારે તમારી દીકરી જોઈતી નથી, તમે લઇ જાવ, બાદમાં 22 દિવસ જેવું રાજકોટ મોટા બાપુજીન ઘરે રોકાઈ હતી. મારા પિતા અને મોટા બાપુજી પતિ, સસરાને સમજાવવા જતા એવું કહ્યું હતું કે, હવે તમારી દીકરીને દુઃખ ત્રાસ નહીં આપીએ આથી હું સાસરિયામાં રહેવા આવી ગઈ હતી. પરંતુ થોડા દિવસ સારી રીતે રાખ્યા બાદ મારા માવતરના ઘરે ફોન કરવા દેતા નહીં અને ફોન કરવો હોય તો સ્પીકરમાં ફોન રાખવાનો તેમજ લગ્ન પ્રસંગમાં પણ જવા દેતા નહીં. સાસુ કહેતા તું ગામડિયન છો, તારા મા બાપ ગામડીયન છેમ તું કરિયાવર લાવી એ કચરો છે. તને જોવા આવ્યા ત્યારે તે મેકઅપ કર્યો હતો. આમ અવાર નવાર શબ્દો બોલતા અને પતિ ખુબ નિન્મ ભાષાનો ઉપયોગ કરતા અને મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. સારા દિવસો ચાલતા હતા ત્યારે પણ ગજા બહારનું કામ કરાવતા હતા. આમ અમાનુષી દુઃખ ત્રાસ આપી મારા ઘરેણાં સહિતની વસ્તુઓ લઇ પહેરે કપડે કાઢી મુકતા હું મારા માવતરના ઘરે રહેવા મજબુર બની છું, પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે પતિ, સાસુ, સસરા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકલેકટરની રુબરુ મુલાકાત દરમ્યાન લોકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્ર્નોની સમીક્ષા કરાઈ
May 19, 2025 04:38 PMચોમાસા પુર્વેની તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને કરાઇ તાકીદ
May 19, 2025 04:32 PMસર્વોત્તમ ડેરી દ્વારા ધાર્મિક સ્થળોએ હાથ સફાઈ ઝુંબેશ
May 19, 2025 04:27 PMસુરતના કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણનો આરોપી પીપરલામાંથી ઝડપાયો
May 19, 2025 04:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech