આ સંયુક્ત સાહસ ભારત, નેપાળ, શ્રીલંકા, ભૂતાન અને બાંગ્લાદેશમાં મધરકેર બ્રાન્ડ અને તેની તમામ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની માલિકી ધરાવશે
માતાપિતા અને નાના બાળકો માટેના ઉત્પાદનોના વૈશ્વિક કક્ષાના નિષ્ણાત મધરકેર પીએલસી ("મધરકેર" અથવા "કંપની") અને રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ બ્રાન્ડ્સ હોલ્ડિંગ યુકે લિમિટેડ ("આરબીએલ યુકે") દ્વારા આજે સંયુક્ત સાહસની જાહેરાત કરવામાં આવી હતી. આ સંયુક્ત સાહસ મધરકેર બ્રાન્ડ અને તેની ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝની ભારત, નેપાળ, શ્રીલંકા, ભૂટાન અને બાંગ્લાદેશના ભૌગોલિક વિસ્તારો માટે માલિકી ધરાવશે.
આ કરાર હેઠળ આરબીએલ યુકે સંયુક્ત સાહસમાં 51% હિસ્સો ધરાવશે, જ્યારે મધરકેર ગ્લોબલ બ્રાન્ડ લિમિટેડ બાકીનો 49% હિસ્સો જાળવી રાખશે. આરબીએલ યુકે £16 મિલિયનની રોકડની કિંમતે આ હિસ્સો હસ્તગત કરશે. આ સંયુક્ત સાહસ દક્ષિણ એશિયાના ચોક્કસ પ્રદેશોમાં મધરકેર બ્રાન્ડના ફ્રેન્ચાઈઝર તરીકે કાર્ય કરશે, તેનાથી બંને સંસ્થાઓની શક્તિનો લાભ ઉઠાવીને વૃદ્ધિની નવી તકો ખુલશે.
"વર્ષોથી ભારતમાં માતા-પિતા માટે મધરકેર એક વિશ્વસનીય નામ છે અને આ સંયુક્ત સાહસ અમારી ભાગીદારીમાં એક આકર્ષક નવા પ્રકરણનો ઉમેરો કરે છે. મધરકેર પ્રતિભાશાળી ટીમ સાથે કામ કરવું અદ્ભુત રીતે લાભદાયી રહ્યું છે અને અમે વિતેલા સમય સાથે જે મજબૂત સંબંધ બાંધ્યો છે તેને આ ગાઢ સહયોગ પ્રતિબિંબિત કરે છે. અમે સમગ્ર દક્ષિણ એશિયામાં બ્રાન્ડની હાજરીનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખીએ છીએ ત્યારે આ નવો યુગ જે તકો લાવે છે તેના માટે હું ઉત્સાહિત છું, તેમ રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર દર્શન મહેતાએ જણાવ્યું હતું.
સૌપ્રથમ 2018માં રિલાયન્સ બ્રાન્ડ્સે ભારતીય બજાર માટે યુકે સ્થિત મધરકેર બ્રાન્ડના અધિકારો મેળવ્યા હતા અને હાલમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર તેની મજબૂત હાજરી ઉપરાંત 25 શહેરોમાં તેના 87 સ્ટોર્સ ચલાવે છે.
મધરકેરના ચેરમેન ક્લાઇવ વિલીએ ટિપ્પણી કરતાં જણાવ્યું કે, “આજનો કરાર અમારા વર્તમાન મૂલ્યવાન ફ્રેન્ચાઇઝી પાર્ટનર રિલાયન્સ સાથેના વધુ ગાઢ સંબંધ થકી દક્ષિણ એશિયામાં અમારી કામગીરીને મજબૂત બનાવે છે અને મધરકેર બ્રાન્ડની મજબૂતાઈના આંતરિક મૂલ્યને ભારપૂર્વક રજૂ કરે છે. વધુ ઊર્જાસભર બનેલા આ સંયુક્ત સાહસે જે તક પૂરી પાડી છે તેમાં અમને આત્મવિશ્વાસનું નવું જોમ મળ્યું છે. અમે અમારા સંયુક્ત સાહસ ભાગીદાર તરીકે રિલાયન્સ બ્રાન્ડ્સ સાથે વધુ નજીકથી કામ કરવા માટે આતુર છીએ અને આ ભૌગોલિક વિસ્તારોમાં ફ્રેન્ચાઇઝી તરીકે જ નહીં, સાથે મળીને આગળ વધીએ છીએ.”
સંયુક્ત સાહસના મુખ્ય અંશોઃ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech