ન્યુઝીલેન્ડના નોર્થ આઇલેન્ડમાં કૌરીતુથી સ્ટ્રીમ નજીક 3,500 થી વધુ મૃત ઇલ માછલીઓ મળી આવી હતી. સ્નેક ઈલને ઈલેક્ટ્રોકશન માછલી તરીકે ઓળખવામાં આવે છે. એક સાથે આટલી માછલીઓ કેવી રીતે મૃત્યુ પામી તેની હાલ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. એવી આશંકા છે કે પ્રદૂષિત પાણી અથવા દરિયાઈ હીટવેવ માછલીઓ માટે જીવલેણ સાબિત થયું છે.
માછલીઓ નદીમાં મૃત હાલતમાં મળી આવી હતી. એક અધિકારીના જણાવ્યા મુજબ પ્રવાહની પાણીની ગુણવત્તા સતત ઘટી રહી છે. શેવાળના વધતા પ્રમાણને કારણે પાણીમાં ઓક્સિજન ઘટી રહ્યો છે. આ વર્ષે ન્યુઝીલેન્ડમાં આ બીજી ઘટના છે. એક મહિના પહેલા ન્યુઝીલેન્ડના બીજા છેડે હજારો માછલીઓ મૃત હાલતમાં મળી આવી હતી. ત્યારે ત્યાંના પાણીમાં ભારે પ્રદૂષણ હોવાનું બહાર આવ્યું હતું.
ગયા વર્ષે ડિસેમ્બરમાં જાપાનના દરિયાકાંઠે લગભગ 1,300 ટન સારડીન અને મેકરેલ માછલી મૃત હાલતમાં મળી આવી હતી. અગાઉ ટેક્સાસના ગલ્ફ કોસ્ટ નજીકથી હજારો માછલીઓના શબ મળી આવ્યા હતા. ગયા વર્ષે માર્ચમાં ઓસ્ટ્રેલિયાની એક નદીમાં હીટવેવને કારણે લાખો માછલીઓ મરી ગઈ હતી. 2022 માં, પોલેન્ડ અને જર્મની વચ્ચે વહેતી ઓડર નદીમાં 300 ટન મૃત માછલી મળી આવી હતી.
બે વર્ષ પહેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકાના મિનેસોટા અને વિસ્કોન્સિનના સરોવરોમાં માછલીઓના સામૂહિક મૃત્યુના કેસમાં વધારો થયો છે. પૂરના પાણીમાં માછલીઓના મૃતદેહ દરિયામાં પહોંચવાને કારણે ત્યાંની માછલીઓ અને ઈકો-સિસ્ટમ પર પ્રતિકૂળ અસર થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech