રાજકોટ સહિત રાજ્યમાં તા.૧૫ જુનથી નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તે પૂર્વે હાલ મે મહિનાના પ્રારંભથી રાજકોટ મહાપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હેઠળ શહેરમાં આવેલી ૩૦૦૦થી વધુ ભયગ્રસ્ત મિલકત આઇડેન્ટિફાઇ કરી નોટીસની ફટકારવામાં આવી છે. જ્યારે અમુક નોટીસધારકોએ તેમની ભયગ્રસ્ત મિલકતોનો જોખમી હિસ્સો દૂર કરવી રિપેરિંગ તેમજ રિનોવેશન પણ કરાવ્યું છે પરંતુ તેવા મિલ્કતધારકોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેટલી છે.
મ્યુનિ.ઇજનેરી સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરમાં માં હાલની સ્થિતિએ કુલ ૩૩૩૪થી વધુ મિલકતો ભયગ્રસ્ત છે જેમાં વેસ્ટ ઝોન હેઠળના ન્યુ રાજકોટમાં લક્ષ્મીનગર મ્યુનિ.ક્વાર્ટર્સ સહિત ૧૮૪૯ મિલકતો,
ઇસ્ટ ઝોનમાં દૂધસાગર રોડ ઉપરના હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સ સહિત ૭૩૫ મિલકતો તેમજ સેન્ટ્રલ ઝોનમાં ગોકુલધામ આવાસ અને આનંદનગર ક્વાર્ટર્સ સહિત કુલ અંદાજે ૭૫૦ જેટલી મિલકતો ભયગ્રસ્ત છે. હાલમાં પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત ભયગ્રસ્ત મિલ્કતોને નોટિસો આપવાનું શરૂ કરાયું છે. ઝોનલ સિટી ઇજનેરો દ્વારા વોર્ડ વાઇઝ સર્વે કરવા ઇજનેરોને સૂચના અપાઇ હોવાનું જાણવા મળે છે.
પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી શરૂ
રાજકોટ મહાપાલિકામાં પ્રતિ વર્ષ તા.૧૫ મે સુધીમાં મતલબ કે ચોમાસાના એક મહિના પૂર્વે પ્રિમોન્સૂન પ્લાન તૈયાર કરી તેની નકલ તમામ કોર્પોરેટર તેમજ તમામ અધિકારીઓને મોકલવામાં આવતી હોય છે. દરમિયાન આજથી ફાયરબ્રિગેડ બ્રાન્ચ દ્વારા પ્લાન તૈયાર કરવા કામગીરી શરૂ કરાઇ હોવાનું ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું. ટૂંક સમયમાં આ અંગે મિટિંગ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech