એટીએમ દ્વારા નાણા ઉપાડવાનું હવે વધુ મોંઘુ થશે અને વધુ પૈસા ઉપાડનારે વધુ ફી ચૂકવવી પડે એવી વિચારણા થઇ રહી છે. ઓટોમેટેડ ટેલર મશીન (એટીએમ) ચેનલોના ખર્ચ માળખાને અપડેટ કરવાની શક્યતા છે. વ્હાઈટ લેબલ એટીએમ સહિત ગ્રાહક અન્ય બેંકના એટીએમ પર સ્વાઈપ કરે ત્યારે કાર્ડ ઈશ્યુ કરનાર બેંક દ્વારા વસુલવામાં આવતી ઈન્ટરચેન્જ ફી - 20થી23 રૂપિયા સુધી વધારવા વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત, વધુ રોકડ ઉપાડ પર પણ ટૂંક સમયમાં વધારાનો સગવડ ચાર્જ લાગી શકે છે.
એટીએમ ચાર્જ વધારવા અને વધુ ઉપદ પર વધુ ફી લેવાની વિચારણા કન્ફેડરેશન ઓફ એટીએમ ઈન્ડસ્ટ્રી (કેટમી) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) વચ્ચેની તાજેતરની ચર્ચાનો એક ભાગ છે. આ ઉપરાંત, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર લાભાર્થીઓ દ્વારા ઉપાડમાં મદદ કરવા માટે અને જ્યાં બેન્કિંગ અને એટીએમ સુવિધા ઓછી છે તેવા કેન્દ્રોમાં ગ્રાહકો માટે અલગ અલગ ચાર્જ નક્કી કરવામાં આવે એવી સંભાવના છે.
એક અભ્યાસમાં સાબિત થયું છે કે ભારતની પ્રજા માટે રોકડ જ રાજા છે. નવેમ્બર 2016માં નોટબંધી આવ્યા પછી અને માર્ચ 2023 વચ્ચે એટીએમ ઉપરથી રોકડ ઉપાડવાનું પ્રમાણ 235 ટકા વધ્યું છે. ડિસેમ્બર 2016માં મહીને રૂ.84,934 કરોડની રકમ એટીએમ ઉપરથી ઉપાડવામાં આવી હતી જે માર્ચ 2023માં વધી રૂ.2.85 લાખ કરોડ રહી છે.
એટીએમ ઉપર રોકડ બદલવાની સેવાઓ આપતી કંપ્ની સીએમએસ ઇન્ફો સિસ્ટમના ઇન્ડિયા કેશ વાઈબ્રન્સી અહેવાલ અનુસાર માર્ચ 2023માં રોકડ ઉપાડનું પ્રમાણ એપ્રિલ 2020 કરતા 121 ટકા અને મે 2021 કરતા 41 ટકા વધારે છે. આ અહેવાલ વધુમાં નોંધે છે કે નોટબંધી પછી દેશના અર્થતંત્રમાં રોકડનું ચલણ બમણાં કરતા પણ વધારે જોવા મળી રહ્યું છે. ઓક્ટોબર 2016માં રોકડનું ચલણ રૂ. 17.78 લાખ કરોડ હતું જે ડિસેમ્બરમાં ઘટી 9.43 લાખ કરોડ થયું હતું જે માર્ચ 2023માં વધી રૂ.33.8 લાખ કરોડે પહોંચી ગયું છે.
ભારતીય અર્થતંત્રમાં રોકડનું મહત્વ વધારે છે. સમાજના દરેક વર્ગને નાણાકીય સવલતોના દાયરામાં લાવવો જરૂરી છે. ’એટીએમ ઉપર રોકડ ફરીથી રોકડ ભરવાનું પ્રમાણ મહીને સરેરાશ 10.1 ટકા વધી રહ્યું છે.બેંકોના એટીએમમાં પૈસા ભરવા, તે સતત કામ કરતા રહે એવી સેવાઓ આપતી અલગ અલગ કંપ્નીઓ છે જેમાં સીએમએસ ઇન્ફોનો હિસ્સો 46 ટકા જેટલો છે. કંપનીએ દેશના રોકડની સ્થિતિ અંગે બહાર પાડેલા અહેવાલ અનુસાર વર્ષ દરમિયાન એક એટીએમમાં સરેરાશ કેટલી રોકડ પરત ભરવામાં આવી એ દ્રષ્ટિએ કણર્ટિક સૌથી પ્રથમ ક્રમ ઉપર આવે છે. કણર્ટિકમાં સીએમએસ ઇન્ફો હેઠળના એટીએમમાં 2022-23માં સરેરાશ રૂ.1.73 કરોડની રકમ ભરવામાં આવી હતી જે 2021-22માં રૂ.1.46 કરોડ હતી. આ પછી બીજા ક્રમે છતીસગઢ અને આંધ્ર પ્રદેશનો ક્રમ આવે છે.
મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કણર્ટિક અને ઉત્તર પ્રદેશ ભેગા મળી દેશના કુલ અર્થતંત્ર કે જીડીપીમાં મહત્તમ હિસ્સ ધરાવે છે. અ પાંચ રાજ્યોમાં રોકડનું પ્રમાણ પણ સૌથી વધુ છે. સીએમએસના અહેવાલ 2022-23માં રોકડ પરત ભરવામાં આ પાંચ રાજ્યોનો હિસ્સો 43.1 ટકા જેટલો રહ્યો હતો. ગુજરાત રાજ્યમાં દરેક એટીએમ ઉપર સરેરાશ રૂ.1.40 કરોડની રોકડ ભરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech