મોરબીમાં જાહેરમાં લઘુશંકા કરતા લોકો માટે સુધરી જવાના દિવસો આવ્યા છે. નહીતર તમારા પણ આવી રીતે ફોટા પડી શકે છે અને જાહેર રોડ પર ફોટા લાગી શકે છે. જાહેરમાં લઘુશંકા કરી તો બેનરમાં પાલિકા તમારા ફોટા સાથેની જાહેરાત કરશે. એટલે જાહેર રોડ પર લઘુશંકા કરશો નહીં નહીંતર તમારા ફોટો જોઈને લોકો પણ તમારી મજાક ઉડાવશે. લઘુશંકા ઘરમાં અથવા જાહેર શૌચાલયમાં જ કરવાનું રાખો તેવો સંદેશો મોરબી મનપાએ જાહેર કર્યો છે.
મોરબી મહાનગરપાલિકાએ નવો પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં પાલિકાએ જાહેરમાં લઘુશંકા કરતા લોકોનો ખાનગી રીતે ફોટો પાડયો છે અને તે ફોટો બેનર સાથે ચાર રસ્તા પર મૂક્યો છે. એટલે આવતા-જતા લોકો આસાનીથી જોઈ શકે અને તેમાંથી સબક શીખે. પરંતુ ઘણા લોકો નિયમોને અનુસરતા નથી અને લઘુશંકા ઘરની જગ્યાએ જાહેરમાં જ રોડ પર લઘુશંકા કરી ગંદકી ફેલાવતા હોય છે. દાઉદી પ્લોટ વિસ્તારમાં લઘુશંકા કરતા લોકોના ફોટા ક્લિક થયા છે.
મોરબી મહાનગરપાલિકા બની ગઈ છે
2006માં વિસ્તારનો વ્યાપ અને 2 લાખ ઉપરની વસ્તી થતા પ્રથમ વખત મોરબીને મનપા બનાવવાની દરખાસ્ત કરાઈ હતી.વર્ષ 2006માં પાલિકાના તત્કાલીન પ્રમુખ પ્રદીપભાઈ વાળાઅને તેની ચુંટાયેલ બોડીએ મોરબી નગરપાલિકાને મહાપાલિકામાં અપગ્રેડ કરવા તત્કાલીન શહેરી વિકાસ મંત્રી આઈ કે જાડેજાને તેમજ તત્કાલીન રાજકોટ કલેક્ટરને દરખાસ્ત કરી હતી.તેમજ બીજી વખત 2014માં મોરબી નગરપાલિકામાં અમરેલી, શનાળા, રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપરને સમાવી મનપાની દરખાસ્ત કરવામાં આવી હતી.શહેરની વસ્તી અને વિસ્તારનો વ્યાપ વધતો હોય નગરપાલિકા પહોંચી શકે એમ ન હોય એ મનપાની બે વખત દરખાસ્ત થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech