પ્રખર કથાકાર મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું 79 વર્ષની ઉંમરે નિધન, તલગાજરડામાં સમાધિ અપાઈ, ગામ સંપૂર્ણપણે બંધ

  • June 11, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રખર કથાકાર મોરારીબાપુના પત્ની નર્મદાબાનું ૭૯ વર્ષની ઉંમરે અવસાન થયું છે. નર્મદાબા થોડા સમયથી બીમાર હતા અને તેમણે રાત્રે ૧-૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા જે બાદ આજે સવારે 8.45 વાગ્યે મહુવાના કૈલાસધામ ખાતે સમાધિ આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં બાપુના અનુયાયીઓ અને નજીકના વ્યક્તિઓ સહિતના હાજર રહ્યા હતા અને દુઃખમાં સહભાગી થયા હતા.


દુઃખદ બનાવની મળતી વિગત મુજબ જાણીતા કથાકાર મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેન મોરારિદાસ હરિયાણી (ઉ.વ.૭૯)નું નિધન થયું છે. તેમણે બે દિવસથી ભોજનનો પણ ત્યાગ કરી દીધો હતો. તેમના પાર્થિવદેહને તલ ગાજરજડા ખાતે સમાધિ આપવામાં આવી છે. નર્મદાબેન સાથે મોરારી બાપુના લગ્ન વણોટ ગામે થયા હતા.તેમના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. નર્મદાબેનના નિધનથી તલગાજરડા ગામ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું. અને સમાધિવિધિમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.


મળતી માહિતી મુજબ નર્મદાબાએ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. પાર્થિવદેહને તલગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે.


મોડીરાતે 1.30 વાગ્યે દેહ ત્યાગ કર્યો

મોરારિબાપુનાં પત્ની નર્મદાબાએ ગઈકાલે મોડી રાતે 1.30 વાગ્યે દેહ ત્યાગ કર્યો હતો. તેમના પાર્થિવદેહને તલગાજરડાના નિવાસસ્થાને આજે સવારે 9 વાગ્યે સમાધિ આપવામાં આવી છે.


નર્મદાબા થોડા સમયથી બિમાર હતા

નર્મદાબા સાથે મોરારિ બાપુના લગ્ન વણોટ ગામે થયા હતા. તેમની અંતિમવિધિ આજે સવારે 9 વાગ્યે તલગાજરડા મુકામે યોજવામાં આવી છે. નર્મદાબેનની થોડા સમયથી તબિયત ખરાબ હતી અને બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો.​​​​​​​


તલગાજરડા શોકની લાગણી છવાઈ

નર્મદાબાના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. નર્મદાબાના નિધનથી તલગાજરડા ગામે સ્વયંભૂ બંધ પાળી શ્રદ્ધાંજલિ પાઠવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application