અમેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકો માટે આ એક મોટો ફટકો છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 22 મેના રોજ 'વન બિગ, બ્યુટીફુલ બિલ એક્ટ' પાસ કર્યો. આ બિલ મુજબ, અમેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકો દ્વારા તેમના દેશમાં મોકલવામાં આવતા પૈસા (રેમિટન્સ) પર ટેક્સ લાદવામાં આવશે.
શરૂઆતમાં આ ટેક્સ રેટ 5% કરવાની દરખાસ્ત હતી. પરંતુ વધુ વિવાદ થતા ઘટાડીને 3.5% કરવામાં આવ્યો છે. આની સૌથી મોટી અસર ભારતીય ઇમિગ્રન્ટ્સ અને ભારતીય અર્થતંત્ર પર પડશે, કારણ કે અમેરિકાથી સૌથી વધુ રેમિટન્સ ભારતમાં આવે છે. સેનેટ દ્વારા પસાર થયા બાદ આ કાયદો 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે.
'વન બિગ, બ્યુટીફુલ બિલ એક્ટ' શું છે?
આ એક નવું ટેક્સ બિલ છે, જે અમેરિકામાં કામ કરતા વિદેશી લોકોને લાગુ પડતું આ એક નવી ટેક્સ બિલ છે. આ અંતર્ગત, અમેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકો પોતાના દેશમાં પૈસા મોકલે છે, તો તે રકમ પર 3.5% ટેક્સ ચૂકવવો પડશે. શરૂઆતમાં આ ટેક્સ રેટ 5% રાખવાનો પ્રસ્તાવ હતો, પરંતુ વિવાદ બાદ તેને ઘટાડીને 3.5% કરવામાં આવ્યો. એટલે કે જો હવે અમેરિકાથી રૂ. 1,00,000 મોકલવામાં આવે છે, તો 3.5% ટેક્સ મુજબ રૂ. 3500 ટેક્સ ચૂકવવાનો રહેશે.
ભારતના અર્થતંત્ર પર જોવા મળશે સૌથી વધુ અસર
ભારત અમેરિકાથી સૌથી વધુ રેમિટન્સ મેળવે છે. 2023-24માં ભારતને કુલ 130 બિલિયન ડોલરનું રેમિટન્સ મળ્યું હતું, જેમાંથી 23.4% (30 બિલિયન ડોલર) અમેરિકાથી આવ્યું હતું. 3.5% ટેક્સના કારણે ભારતીય ઇમિગ્રન્ટ્સને દર વર્ષે 1.05 બિલિયન ડોલર એટલે કે 8750 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે, જેની સીધી અસર ભારતના અર્થતંત્ર, રિયલ એસ્ટેટ અને રોકાણ પર પડશે. આ ટેક્સનો મુખ્ય ઉદ્દેશ યુએસ સરકાર માટે વધારાની આવક ભેગી કરવાનો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMટ્રમ્પના 25 ટકા ટેરિફ લગાવવા છતાં ભારતમાં બનેલા iPhones યુએસમાં સસ્તા પડશે
May 24, 2025 03:56 PMપિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચરતા ગર્ભવતી બનેલી યુવતિએ દવા પી લેતા મોત નિપજ્યુ
May 24, 2025 03:27 PMસંસ્કાર મંડળ નજીક મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત
May 24, 2025 03:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech