રાજકોટ મહાપાલિકા દ્રારા શહેરમાં યાં આગળ ઓવર બ્રિજ કે અન્ડર બ્રિજ હોય તેની આજુબાજુમાં મોડર્ન ટોયઇલેટ બનાવવાનું શ કરાયું છે. ગત સ્ટેન્ડિંગ મિટિંગમાં નાના મવા ચોકડીના ઓવરબ્રિજ નીચે મોર્ડન ટોઇલેટ બનાવવાનું નામંજુર કરાયા બાદ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં કાલાવડ રોડ ઉપરના જડૂસ ચોક ઓવરબ્રિજ નીચે .૩૨,૨૫, ૭૯૦ના ખર્ચે તેમજ રામાપીર ચોક ઓવરબ્રિજ નીચે .૩૧,૯૦,૮૩૦ના ખર્ચે મોડર્ન ટોઇલેટ બનાવવાનું મંજુર કરાયું છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે ન્યુ રાજકોટમાં પબ્લિક ટોઇલેટ અને પબ્લિક યુરિનલની સંખ્યા ઓછી હોવાનું ધ્યાને આવતા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરાઇ છે. કોઇ પણ એરિયા કે બજારમાં ટોઇલેટ કે યુરિનલ બનાવવા પ્રોજેકટ શ થતાં સાથે આજુબાજુમાંથી વિરોધ થતો હોય છે પરંતુ ઓવરબ્રિજ નીચે પબ્લિક ટોઇલેટ કે યુરિનલનું નિર્માણ કરાય તો વિરોધ થતો નથી કેમકે બ્રિજ નીચે કોઇને નડતરપ થતું નથી તેમજ ત્યાં આગળ પુરતી જગ્યા પણ ઉપલબ્ધ થઇ રહે છે.
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટિ મિટિંગમાં મંજુર કરાયેલા વિકાસકામોમાં (૧) વોર્ડ નં.૧૩માં કોઠારીયા–વાવડીના બાકી રહેતા વિસ્તારમાં વોટર વર્કસ ડીઆઇ પાઇપલાઇન ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કના કામ કરવા (૨) વોર્ડ નં.૧૧માં કણકોટ રોડ તથા પાળ રોડ પર સેન્ટ્રલ લાઇન ડીવાઇડર નાખવા (૩) વોર્ડ નં.૧૮માં ઢેબરભાઇ રોડ (નેહ નગર રોડથી રાજકમલ ફાટક) સુધીના રોડને ડામર રીકાર્પેટ કરવા (૪) વોર્ડ નં.૧૩માં ગોકુલધામ મેઇન રોડની આંગણવાડીના કેમ્પસમાં કેન્દ્ર નં.૧૧૫નું નવું બિલ્ડીંગ બનાવવા (૫) વોર્ડ નં.૧૪માં લમીવાડી શેરી નં.૧૬ તથા શેરી નં.૭ના ખૂણા સામે આવેલ લમીવાડી કવાર્ટર્સની જગ્યામાં આંગણવાડી બનાવવા (૬) વોર્ડ નં.૧૮માં ટીપી સ્કીમ નં.૧૩ કોઠારીયા, ફાઇનલ પ્લોટ નં.૧૨૪સી, ગાર્ડન હેતુના પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા (૭) વોર્ડ નં.૧૪માં કેનાલ રોડ ઉપર કેવડાવાડી શેરી નં.૨૨ને જોડતો બ્રિજ બનાવવા (૮) વોર્ડ નં.૨માં ટી.પી.સ્કિમ નં.૯ પૈકી મોચીનગર હોલ સામેનો ૧૨ મીટર ટીપી રસ્તો સીસી રોડ તરીકે ડેવલપ કરવા (૯) વોર્ડ નં.૧૦માં કાલાવડ રોડ પર જડુસ બ્રીજની નીચે મોડર્ન ટોઇલેટ બનાવવા (૧૦) વોર્ડ નં.૩માં બેડીનાકા ખાતે ડ્રેનેજ મિકેનિકલની વોર્ડ ઓફિસ બનાવવા (૧૧) લમીનગર બ્રિજ પમ્પીંગ સ્ટેશનનું દ્રિવાર્ષિક કોમ્પ્રીહેન્સિવ ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ કરવા (૧૨) નાયબ કમિશનરોને .૧૦ લાખ સુધીના ખર્ચ અને કરાર કરવાની સત્તા એનાયત કરવા (૧૩) સ્વર્ણિમ યોજના અંતર્ગત વર્ષ:૨૦૨૪–૨૫ આઉટ ગ્રોથ ઘટક હેઠળ મળવાપાત્ર ગ્રાંટ અન્વયે દરખાસ્ત કરવા (૧૪) ન.પ્રા. શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પાર્ટ ટાઇમ હમાલનો પગાર વધારવા (૧૫) વોર્ડ નં.૧માં રામાપીર ચોક બ્રિજ નીચે મોર્ડન ટોઇલેટ બનાવવા (૧૬) પ્રધાનમંત્રીના અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ લાભાર્થીઓનો ભોજન ખર્ચ મંજુર કરવા (૧૭) રાજકોટમાંથી ઉત્પન્ન થતા ઓર્ગેનિક વેસ્ટને પ્રોસેસીંગ કરવાના બાયો સીએનજી પ્લાન્ટ પીપીપી ધોરણે એજન્સી અદાણી ટોટલ ગેસ લિ.ના સ્પેશીયલ પર્પઝ વ્હીકલ અદાણી ટોટલ એનજીર્સ બાયોમાસ લિમિટેડને મંજુરી આપવા (૧૮) વોર્ડ નં.૧૧માં ટી.પી.સ્કિમ નં.૨૮ના અનામત પ્લોટમાં ચાંપણીયાની દિવાલનું કામ કરવા મંજૂરી આપવા (૧૯) વોર્ડ નં.૮ તથા ૧૦ તથા વોર્ડ નં.૧૧ તથા ૧૨માંથી ટ્રેકટર– ટ્રોલીહાઇડ્રોલિક ઓપરેટેડ ટીપર વાહન મારફતે પડતર કચરો, વોંકળાનો ગાર, રબ્બીશ વિગેરે ઉપાડી લગત ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશને ખાલી કરવાની કામગીરીના કોન્ટ્રાકટ આપવા (૨૦) વોર્ડ નં.૪ સેટેલાઇટ ચોક રોડ, વોર્ડ નં.૫ નવાગામ મેઇન રોડ અને પાલ સ્મૃતિવન રોડના ડિવાઇડરમાં સેન્ટર એલઇડી લાઇટીંગની કામગીરી કરવા (૨૧) વોર્ડ નં.૯માં મુંજકા સહિતના વિસ્તારોમાં પાર્ટ ટાઇમ સફાઇ કામદાર મારફતે સફાઇ તથા કચરો ઉપાડવાની કામગીરીના કોન્ટ્રાકટની મુદ્દત વધારવા (૨૨) ઢોર પકડ પાર્ટીમાં ફિલ્ડવર્ક કરતા કર્મચારીઓના ગ્રુપ ઇન્સ્યોરન્સ ઉતરાવવા અને (૨૩) ઢોર ડબ્બાના પશુઓની સારવાર–દવા ખર્ચ માટે વર્ગફેરથી વિશેષ બજેટ જોગવાઇ કરવા સહિતની દરખાસ્તો સમાવિષ્ટ્ર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech