ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી માટે ગઈકાલે રેવન્યુ, ફોરેસ્ટ અને મનપા તંત્ર દ્વારા સંયુક્ત ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં દુકાનદાર સહિતનાઓને રુ.૨૫,૮૦૦નો દંડ કરવામાં આવ્યો હતો. અને નિયમના ઉલ્લ ંઘન કરવા બદલ બે દુકાનો સીલ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ભવનાથ ઉપરાંત અન્ય પ્લાસ્ટિક પ્રતિબંધિત વિસ્તારોમાં હોલસેલ વેપારીઓને પણ પ્લાસ્ટિક નો માલ ન આપવા તાકીદ કરાઈ હતી. રવિવારે પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા, મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર, ટેક્સ અને સેક્રેટરી કલ્પેશ ટોલીયા, આરએફઓ અરવિંદ ભાલીયા સહિતના અધિકારીઓ -કર્મચારીઓની ટીમે તળેટી વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા માટે ચેકિંગ ધરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ભવનાથ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરનારની દુકાન સીલ કરવામાં આવી હતી. શહેરમાં આવેલ હોલસેલ વેપારીઓની દુકાનમાં ચેકિંગ હાથ કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે ૮૦૦ કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. અને એક દુકાન પણ સીલ કરવામાં આવી હતી. ચેકિંગ ટીમે ભવનાથ વિસ્તાર અને શહેરમાં એક મળી કુલ બે દુકાન સીલ કરવામાં આવી હતી. તંત્રના ચેકિંગ ઝુંબેશ થી તળેટી વિસ્તારની દુકાનો ધડાધડ બંધ થઈ ગઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech