સમગ્ર રાયમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે ભાવનગર જિલ્લ ામાં ભારે વરસાદની આગાહીના લઈને સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તેમજ ભાવનગર જિલ્લ ા પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાનાં અધ્યક્ષસ્થાને ભાવનગર કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટર આર. કે. મહેતાએ જિલ્લ ામાં પડેલ વરસાદ અંગેની માહિતી આપતા જણાવ્યું કે, કંટ્રોલમ, માનવ મૃત્યુ, પશુમૃત્યુ, ડેમની સ્થિતિ, પાણી પુરવઠા યોજના, પીજીવીસીએલની કામગીરી સહિત એનડીઆરએફની ટીમ દ્રારા નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે. જિલ્લ ામાં એન્ટી એપેડેમીક દવાની સ્થિતિ, પાણીજન્ય રોગ નિયંત્રણ અંગેની સ્થિતિ અંગે મંત્રીને તેમણે માહિતગાર કર્યા હતા.
અધિકારીઓ પાસેથી જિલ્લ ાની વિગતવાર માહિતી મેળવ્યા બાદ મંત્રીએ જિલ્લ ા વહીવટી તંત્રની કામગીરીથી સંતોષ વ્યકત કર્યેા હતો. ભાવનગરની કલેકટર કચેરીમાં આયોજન ખંડમાં યોજાયેલી આ બેઠકમાં મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડા, સ્ટેન્ડિંગ ચેરમેન રાજૂભાઈ રાબડીયા, જિલ્લ ા વિકાસ અધિકારી જી.એચ. સોલંકી, મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર, રિજિયોનલ કમિશનર ડી. એમ. સોલંકી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, જિલ્લ ા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રી બેન જ,આગેવાન અભયસિંહ ચૌહાણ, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા– તાલુકાના વરિ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારબાદ ભાનુબેનએ સિહોર તાલુકાના ભાણગઢ ગામની મુલાકાત લીધી હતી.
જિલ્લ ાના પ્રભારી મંત્રીએ ગામની મુલાકાત લઇ ચોમાસા બાદ ગામ સુધીનો રસ્તો બનવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પાળીયાદ પાસે પુલ બની જવાથી ચોમાસા દરમ્યાન પાણી ભરવાનો પ્રશ્ન ઉકેલાઈ જશે એવું જણાવ્યું હતું.
આ તકે જિલ્લા કલેકટર આર. કે. મહેતા એ સિહોર તાલુકાના ભાણગઢ ગામની ચોમાસા દરમ્યાન થતી મુશ્કેલી અંગે માહિતી આપી હતી. ભાણગઢ ગામની મુલાકાત પહેલા મંત્રીએ સિહોર મામલતદાર કચેરી ખાતે તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી જી.એચ. સોલંકી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, આઇ.એ.એસ. અધિકારી આયુષી જૈન, પ્રાંત અધિકારી દિલીપ સિંહ વાળા, મામલતદાર, આગેવાન ભરતભાઈ મેર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત બોટાદ જિલ્લ ામાં વરસાદની સ્થિતિને અન્વયે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી અને બોટાદ જિલ્લ ાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને બોટાદ કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટર ડો. જીન્સી રોયે જિલ્લ ા વહીવટી તંત્રની કામગીરી અને હાલ વરસાદની સ્થિતિ અંગે મંત્રીને માહિતગાર કર્યા હતા.
બેઠકમાં પ્રભારી મંત્રીએ સ્થળાંતરિતોને અપાતી સુવિધાઓ, નીચાણવાળા વિસ્તારમાં ખાસ તકેદારી, વીજળીના થાંભલાઓ – વાયરોની તપાસ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા હોય તો દૂર કરવી, જિલ્લ ાની ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોની સલામતી અંગે માહિતી મેળવી મંત્રીએ આરોગ્ય કેન્દ્રો ખાતે દવાનો જથ્થો સુનિશ્ચિત કરવા સહિતના મુદ્દાઓ પર બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. બોટાદ જિલ્લ ા વહીવટી તંત્રના આગોતરાં આયોજનને બિરદાવતા શુભેચ્છાઓ પાઠવી હતી.
બોટાદ જિલ્લ ા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં મળેલી બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર પી.એલ.ઝણકાત દ્રારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બળોલીયા, નાયબ વન સંરક્ષક આયુષ વર્મા, ડી.આર.ડી.એ નિયામક પટેલ સહિતના અમલીકરણના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ ભાનુબેને બોટાદ નગરપાલિકા સંચાલિત શેલ્ટર હોમની મુલાકાત લઈ આશ્રિતો સાથે સંવેદનસભર સંવાદ સાધ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech