અમેરિકાના લોરિડામાં એક નાનું પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનામાં પાયલોટ સહિત ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માત અંગે માહિતી આપતાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનએ જણાવ્યું હતું કે વિમાન ક્રેશ થયાના થોડા સમય પહેલા જ પાયલટે એન્જિનમાં ખરાબીની જાણ કરી હતી અનર ત્યાર બાદ થૂડી જ ક્ષણોમાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત બની ગયું હતું.
મીડિયા રિપોટર્સ અનુસાર, તે એક નાનું પ્લેન હતું. તેમાં વધારે લોકો ન હતા. આ પ્લેન મોબાઈલ ઘર સાથે અથડાઈને અકસ્માતનો શિકાર બન્યું હતું. વિમાન દુર્ઘટનામાં પાયલટ અને ઘરની અંદર બે અન્ય લોકોના મોત થયા હતા. આ ઘટના લોરિડાના કિલયરવોટર ટેલર પાર્કમાં બની હતી.ફલોરિડાના ટેલર પાર્કમાં જે પ્લેન ક્રેશ થયું તે સિંગલ એન્જિન બીકક્રાટ બોનાન્ઝા વી ૩૫ હતું. અકસ્માત અંગે માહિતી આપતાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનએ જણાવ્યું હતું કે વિમાન ક્રેશ થયાના થોડા સમય પહેલા જ પાયલટે એન્જિનમાં ફેલ થયાની જાણ કરી હતી.
આકાશમાં ધુમાડા જોવા મળ્યા હતા
એર ટ્રાફિક કંટ્રોલએ જણાવ્યું હતું કે સેન્ટ પીટ–કિલયરવોટર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રનવેથી લગભગ ત્રણ માઇલ ઉત્તરમાં રડારથી ગાયબ થતાં પહેલાં પાઇલટે ઇમરજન્સીની જાહેરાત કરી હતી. પ્લેન ક્રેશનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી
એર ટ્રાફિક કંટ્રોલે પાઇલટને ગાયબ થતા પહેલા મે ડેની જાહેરાત કરતા સાંભળ્યા હતા. એરક્રાટ ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે વિમાનમાં આગના સમાચાર મળતા જ તેઓ તુરતં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech