ભાવનગર જિલ્લાના ભાલ પંથકના વેળાવદર સ્થિત સુપ્રસિદ્ધ કાળિયાર રાષ્ટ્રીય ઉધાન અને આજુબાજુના ઈકો ઝોનમાં અલગ- અલગ ઋતુ પ્રમાણે જુદીજુદી પ્રજાતિના ૨૧૮થી વધુ પંખી જોવા મળે છે. જેમાં હાલ શિયાળાની ઋતુના પ્રારંભ સાથે હેરિયર, યુરોપીયન રોલર, કેસ્ટ્રોલ, બ્લ્યુચિક બીટર, ગ્રેટર સ્પોટેડ ઈગલ, લોંગબિલ પીપીટ સહિતના અવનવા સ્થળાંતરિત પંખીઓ જોવા મળી રહ્યા છે. વેળાવદર ઉધાન અને આજુબાજુનું ઈકો ઝોન તેના જૈવ વૈવિધ્ય માટે ખ્યાતિપ્રાપ્ત છે.
વેળાવદર ખાસ કરીને કાળિયાર મૃગને ટોળાબંધ મુક્ત અવસ્થામાં વિહરતા નિહાળવા માટે જાણીતું છે તો સાથે સાથે વરૂ પણ આ ઉદ્યાનનો મહત્વનો હિસ્સો છે. સમગ્ર ગુજરાતમાં ૨૦૦ જેટલા વરૂ છે. જેમાંથી ૭૦ જેટલા વરૂ વેળાવદરમાં નોંધાયા છે. એ જ રીતે જરખ, શિયાળ, જંગલ બિલાડી, વિશાળ કદની મોનિટર લીઝાર્ડ પણ અહીં નોંધપાત્ર સંખ્યામાં છે. વેળાવદર પંખીસૃષ્ટિની દ્રષ્ટિએ પણ સમૃદ્ધ છે. જેમાં પંખીઓ ઋતુ અનુસાર મહેમાન બનતા હોય છે. અહીં ૨૧૮ પ્રકારના પક્ષી નોંધાયા છે. ઉધાનમાં ઋતુ અનુસાર દુપ પ્રકારના માઈગ્રેટરી બર્ડઝ મહેમાનગતિ માણવા આવે છે. શિયાળો ગાળવા માટે જેમ હેરિયર કઝાકિસ્તાનથી ઉડાન ભરીને આવે છે તેમ કેટલાક પંખીઓ ઉત્તર ભારતથી પણ આવે છે. હાલ હેરિયર, યુરોપીયન રોલર, કેસ્ટ્રોલ, બ્લ્યુચિક બીટર, ગ્રેટર સ્પોટેડ ઈગલ, લોંગબિલ પીપીટ સહિતના અવનવા સ્થળાંતરિત પંખીઓ જોવા મળી રહ્યા છે. દિવાળીના તહેવારો અને વેકેશન હોવાથી દેશ- વિદેશના પ્રવાસીઓ વેળાવદર સ્થિત કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ રહ્યા છે. પ્રવાસીઓ માટે બે રૂટ ઉપલબ્ધ છે. વેટલેન્ડ અને ગ્રાસલેન્ડ એમ બન્ને રૂટ પર પ્રવાસીઓ પસંદગી ઉતારી રહ્યા છે. અને વન્ય જીવ સૃષ્ટિને નિહાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારોહનું આયોજન કરાયું
February 25, 2025 11:27 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને ઇચ્છિત સફળતા મળશે, ગેરમાર્ગે દોરાવાથી બચવું
February 25, 2025 11:24 AMભારતીય કૃષિમાં એઆઈનો ઉપયોગ: સત્ય નડેલાએ વીડિયો શેર કરતા ઈલોન મસ્ક બન્યા ખેડૂતોના ફેન
February 25, 2025 10:51 AMમહાશિવરાત્રી પર સોમનાથ, કાશી વિશ્વનાથ , મહાકાલેશ્વરનો ઘેર બેઠા પ્રસાદ
February 25, 2025 10:48 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech